Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.રતનપર નજીક જ્યારે માલધારીઓ નદીના પટમાં પશુ ચરાવી રહ્યા હતા, ત્યારે નદીની અંદરના ભાગે ગાયોના શારીરિક અંગો, શીંગડા અને ચર્મ મળી આવતા માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં માલધારીઓ અને હિન્દુ સંગઠનોના આગેવાનો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.

ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

Join Our WhatsApp Group

ઘટનાની ગંભીરતાને જોતા જોરાવરનગર પોલીસ સ્ટેશનના ASP કરણ પન્ના સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ભોગાવો નદી ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નદીના અંદરના ભાગમાં જ ગૌવંશની કતલ કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક એફ.એસ.એલ. (FSL) ની ટીમને બોલાવી હતી. જેમણે સ્થળ પરથી મળેલા અવશેષોના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલ્યા છે.

માલધારી સમાજના ગંભીર આક્ષેપો

સ્થળ પર એકઠાં થયેલા માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 મહિનામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાંથી 200 થી વધુ ગાયોની ચોરી કરવામાં આવી છે. અને આ આવારા તત્વો રાત્રિના સમયે રખડતી ગાયોને ઉઠાવી જઈ કતલ કરી નાખે છે. માલધારીઓના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ આ માટે જવાબદાર છે. અને તેને તાત્કાલિક બંધ કરાવવા માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી.

પોલીસની તપાસ અને કાર્યવાહી

જોરાવરનગર પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધીને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ વિભાગ દ્વારા નદીના પટ અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. જેથી ગૌહત્યામાં સંડોવાયેલા તત્વોને પકડી શકાય. બીજી તરફ, તંત્ર દ્વારા સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાઓ પર દરોડા પાડીને તેને કાયમી ધોરણે બંધ કરાવવા માટેની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે.

હાલમાં ભોગાવો નદીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને માલધારી સમાજે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો જલદ આંદોલન કરવામાં આવશે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો
Next: સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add