Categories: Uncategorized

સુરેન્દ્રનગરના દરવાજા પર ભારતનું ગૌરવ: ચેમ્પિયન ઘોડા ‘દિલબાગ’ના વંશજનું ભવ્ય સ્વાગત

સુરેન્દ્રનગરના આંગણે ભારતનું ગૌરવ: ચેમ્પિયન ઘોડા ‘દિલબાગ’નો વંશજનું ભવ્ય સ્વાગત

રાષ્ટ્રીય કાક્ષાની હરીફાઇમા આ ઘોડાને ઉતારવામા આવશે

ઢોલ નગારા સાથે કર્યુ ઘોડાનુ સ્વાગત

સુરેન્દ્રનગર: ગુજરાતના સુરેન્દ્રનગર શહેરમાં આજે ઘોડાપ્રેમીઓ અને સ્થાનિકો માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ ઊભી થઈ હતી. દેશભરમાં જેની નામના છે તેવા ‘દિલબાગ’ ઘોડાનો વંશજ અને એક હોનહાર બચ્ચું આજે શહેરમાં લાવવામાં આવતા તેનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપાસના સર્કલ પાસેથી વાજતે-ગાજતે નીકળેલા આ સ્વાગત સરઘસે શહેરનું વાતાવરણ ઉત્સાહથી ભરી દીધું હતું.

સુરેન્દ્રનગરના ઘોડાપ્રેમી અને ઉછેરક સોયબ અનવરભાઈ કંડિયા આ બચ્ચાને ખાસ કરીને લઈ આવ્યા છે. સોયબભાઈએ જણાવ્યું કે, “આ ક્ષણ સુરેન્દ્રનગર માટે ખરેખર ગૌરવ ભરી છે. અમે જે બચ્ચું લાવ્યા છીએ તે સામાન્ય નથી, પરંતુ ભારતનું ગૌરવ ગણાતા સુપ્રસિદ્ધ ઘોડાની પેઢીમાંથી આવે છે.”

આ બચ્ચાની વંશાવળી તેને ખાસ બનાવે છે. આ બચ્ચાનું આગમન ‘પાયલા સ્ટડ ફાર્મ’માં લાવવામાં આવ્યું છે, જે રણજીતસિંહની દેખરેખ હેઠળ ચાલે છે.

”દિલબાગ’ ઘોડો ઓલ ઈન્ડિયા ચેમ્પિયન તરીકેની નામના ધરાવે છે અને હાલમાં તે ‘રણિયા સ્ટડ ફાર્મ’માં સની પાજીની દેખરેખ હેઠળ છે. ‘દિલબાગ’નું નામ ભારતીય ઘોડા ઉછેર જગતમાં ખૂબ આદરપૂર્વક લેવાય છે.

આ ઘોડાના પિતાનું નામ ‘દિલજાન’ છે, જે ‘દિલબાગ’નો પુત્ર છે. ‘દિલજાન’ પોતે પણ અનેક સ્પર્ધાઓ અને શૉઝમાં 100થી વધુ વિજેતા બની ચૂક્યો છે, જે તેની શક્તિ અને શ્રેષ્ઠતાનો પુરાવો છે.

સોયબ અનવરભાઈ કંડિયાએ પોતાના શોખ વિશે વાત કરતા જણાવ્યું કે, “ઘોડા રાખવાનો મને બાળપણથી શોખ છે અને તેથી જ હું આ બચ્ચું લાવ્યો છું.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ બચ્ચાને લાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ માત્ર શોખ પૂરતો સીમિત નથી. તેમનું સપનું છે કે ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાના ઘોડા શો માં ઉતારવામાં આવે, જ્યાં તે તેના પિતા અને દાદાની જેમ વિજેતા બને અને સુરેન્દ્રનગરનું નામ રોશન કરે.

સોયબભાઈએ વધુમાં જણાવ્યું કે, “અમે તેને ચેમ્પિયન બનાવવાની આશા સાથે અહીં લાવ્યા છીએ. તેની સંભાળ અને તાલીમ શ્રેષ્ઠ રીતે કરવામાં આવશે, જેથી તે તેના પૂર્વજોની ગૌરવપૂર્ણ પરંપરાને જાળવી શકે.”

આ બચ્ચાનું સુરેન્દ્રનગર ખાતેનું આગમન માત્ર એક પશુનું આગમન નથી, પરંતુ શ્રેષ્ઠ ઘોડા ઉછેરની પરંપરાને આગળ વધારવાનો એક પ્રયાસ છે. સ્થાનિક ઘોડાપ્રેમીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ બચ્ચું પણ’ ભવિષ્યમાં શહેરનું નામ ઘોડા શોની દુનિયામાં ગુંજતું કરશે

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago