લીંબડી તાલુકાના રાણાગઢ ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કુલ 20 જેટલા લાભાર્થી માછીમારોને આઈસ પેટી (Ice Box) સાથેની બાઈકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોને આધુનિક સાધનો પૂરા પાડી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
આઈસ પેટી ધરાવતી આ ખાસ બાઈક દ્વારા માછીમારો પકડેલી માછલીઓને બગડતી અટકાવી શકશે અને ઝડપથી બજાર સુધી પહોંચાડી શકશે, જેનાથી માછલીઓની ગુણવત્તા જળવાઈ રહેશે અને માછીમારોની આવકમાં પણ વધારો થશે.
આ પ્રસંગે રાણાગઢ ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ, ઉપસરપંચ રામભાઈ અને નાનીકઠેચીના પૂર્વ સરપંચ વાલજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોજનાનો લાભ મેળવનાર સ્થાનિક શ્રમિકોએ સરકારની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
