રતનપર બાયપાસ ઉમિયા નગર ટાઉનશિપ નજીક ગેરકાયદેસર ખોદકામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ..
સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ ઉપર આવેલી ઉમિયા ટાઉનશીપ – 2 નજીક ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લી જગ્યામાં અને ગૌચર જમીનમાં ખનન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા શહેરી વિસ્તારથી દૂર આવેલી નદીઓ તેમજ સરકારી જમીન ઉપર તો ખોદકામ કરવામાં આવતું હતું પરંતુ હવે શહેરની મધ્યમાં આવેલી ટાઉનશીપ વિસ્તારોમાં પણ ખુલ્લી પડેલી જગ્યાઓમાં ખનીજ માફિયાઓ દ્વારા હિટાચી મશીન અને અલગ અલગ ખોદકામના સાધનો મૂકી અને ખોદકામ શરૂ કરી માટી ભરી રહ્યાછે

સુરેન્દ્રનગરના ચેતનભાઈ પટેલ દ્વારા એક જાગૃત નાગરિકે રતનપર બાયપાસ ઉમયા ટાઉનશિપ ની પાછળ ના ભાગે વિડિયો બનાવીને વાઇરલ કરમાં આવીયો છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના કમિશનર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના વહિવટી તંત્ર ના મુખ્ય વડા સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર અને તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે જ્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરાવવામાં આવે અને રહેણાંક સોસાયટીઓમાં આવેલા ખુલ્લી જમીન ઉપર પણ ખનીજ માફિયાઓ ખોદકામ કરી રહ્યા છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ અનેક વખત શંકા ના દાયરામાં રહેતી હોય છે ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર પ્રાંત અધિકારી દરોડા પાડતા હોય છે પરંતુ તે છતાં પણ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહીથી અળગું રહેતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ઓફિસ આવેલી છે તેનાથી માત્ર એક કિલોમીટર દૂર આ ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે તેની સામું ધ્યાન આપી અને આ ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે તેના ઉપર પગલા ભરવામાં આવે અને ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે