સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી લીંબડી, બોટાદ, વલભીપુર અને મોરબી બ્રાંચની નર્મદા કેનાલો (Narmada Canals) આગામી 1લી માર્ચથી રિપેરિંગના (Repairing) બહાને બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. નર્મદા વિભાગે ખેડૂતોને ઉનાળુ વાવેતર (Summer Sowing) ન કરવાની કડક સૂચના આપી છે, જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં સતત બીજા વર્ષે ઉનાળુ પાક ગુમાવવાની ભીતિ સર્જાઈ છે.
વઢવાણ તાલુકાના ખેડૂતોએ આ નિર્ણય સામે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, કેનાલો ભલે બંધ કરવામાં આવે, પરંતુ દર વર્ષે રિપેરિંગના નામે જે સરકારી નાણાંનો વ્યય (Wastage of Money) થાય છે તેનો યોગ્ય હિસાબ અને ગુણવત્તા (Quality) જળવાવી જોઈએ. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દર વર્ષે કેનાલ રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિણામ શૂન્ય છે.
જ્યારે સમારકામ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે તરત જ રિપેરિંગ કરેલા સ્થળેથી પોપડા (Flaking) ઉખડી જાય છે અને કેનાલો ફરી જર્જરિત થઈ જાય છે. આ નબળા કામને કારણે કેનાલો તૂટવાથી (Canal Breach) ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ઊભા પાકને મોટાપાયે નુકસાન (Crop Damage) પહોંચે છે. વઢવાણના ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે આ વખતે કોન્ટ્રાક્ટ એજન્સી (Contract Agency) દ્વારા માત્ર કાગળ પર નહીં પણ જમીની સ્તરે ગુણવત્તાયુક્ત કામ થાય તેની દેખરેખ અધિકારીઓ રાખે.