Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્ન નોંધણીના નવા કાયદાને સામાજિક અગ્રણીઓનું સમર્થન ભોળપણનો શિકાર બનતી દીકરીઓને સુરક્ષા મળશે

user 2 21 February 2026
SU Logo

જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષ ઘટશે વાલીઓની મંજૂરી ફરજિયાત થતાં ‘લવ જેહાદ’ અને છેતરપિંડી કરી લગ્ન કરતા તત્વો પર અંકુશ આવશે સુરેન્દ્રનગર, તા.૨૦ રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં કરવામાં આવેલા સુધારાને સુરેન્દ્રનગર જિલ્લાના રહીશોએ આવકાર્યો છે. ખાસ કરીને પ્રેમલગ્નના કિસ્સાઓમાં માતા-પિતાની સંમતિ અને તેમની પ્રત્યક્ષ હાજરીને અનિવાર્ય બનાવતા ફેરફારથી વાલીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. લાંબા સમયથી જે પરિવારો સંતાનોના આવેગપૂર્ણ નિર્ણયો અને સામાજિક પ્રતિાને લઈ ચિંતાતુર રહેતા હતા, તેઓમાં હવે આ કાયદાથી સુરક્ષાનો નવો આશાવાદ જાગ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે, આ સુધારાથી ઉતાવળે લેવાતા નિર્ણયોમાં ઘટાડો થશે અને પારિવારિક એકતા વધુ મજબૂત બનશે.

નવા નિયમો અમલી બનતા સુરેન્દ્રનગર જિલ્લામાં જ્ઞાાતિ-જ્ઞાાતિ વચ્ચે થતા ઘર્ષણો અને વિવાદોમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. સામાજિક અગ્રણીઓના મતે, નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વાલીઓની મંજૂરી ફરજિયાત થવાથી ‘લવ જેહાદ’ અને છેતરપિંડી કરી લગ્ન કરતા તત્વો પર અંકુશ આવશે. આ કાયદો માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ બે પરિવારો વચ્ચેના ઝઘડા અટકાવવાનું અને સામાજિક સદભાવ જાળવવાનું સબળ માધ્યમ બનશે. જિલ્લાના વિવિધ સમાજ અને સંગઠનોએ સરકારના આ પગલાંને નવી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટેનું ‘માઈલસ્ટોન’ ગણાવ્યું છે. સંમતીથી થતા લગ્ન સુખી જીવનની ચાવી સરકારનો આ નિર્ણયથી હવે કોઈ દીકરીને લલચાવી-ફોસલાવીને ફસાવી નહીં શકે અને છૂપા લગ્નોનું દૂષણ અટકશે. માતા-પિતાની સંમતી સુખી જીવનની ચાવી છે. આ ફેરફારથી દીકરીઓ સુરક્ષિત બનશે અને પસ્તાવા કે આત્મહત્યા જેવી દુખદ ઘટનાઓ પર રોક આવશે. ખરેખર, આ એક ઉત્તમ અને ઐતિહાસિક પગલું છે. મહેન્દ્રભાઇ પટેલ (પટેલ સમાજ અગ્રણી)

Join Our WhatsApp Group

૨. પરિપક્વ નિર્ણય માટે વાલીની સંમતિ જરૂરી ૧૮ કે ૨૧ વર્ષની કાચી ઉંમરે જીવનભરનો સાથ નિભાવવાના ગંભીર નિર્ણયો લેવાની પરિપક્વતાનો અભાવ હોય છે. આવા મહત્વના તબક્કે માતા-પિતાની સંમતિ અનિવાર્ય છે. સરકારે આ જરૂરિયાતને સમજીને જે નિર્ણય લીધો છે તે સામાજિક સુરક્ષા માટે અત્યંત સુંદર અને આવકાર્ય છે. ડો. રૂદ્રસિંહ ઝાલા (ક્ષત્રિય સમાજ અગ્રણી)

૩. સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવકાર્ય માતા-પિતા સંતાનોના ભવિષ્યની ચિંતા કરી તેમને મોટા કરે છે, ત્યારે સંતાનોએ પણ તેમની લાગણી સ્વીકારવી જોઈએ. માતા-પિતાની મંજૂરીથી થતા કાર્યો હંમેશા સફળ રહે છે. સરકારનો આ નિર્ણય સંતાનો અને વાલીઓ બંનેના હિતમાં હોવાથી સર્વત્ર આવકાર્ય છે. આ બદલાવ બદલ સરકારને ખૂબ-ખૂબ અભિનંદન. નરેશભાઇ કૈલા (મારવાડી સમાજ અગ્રણી)

૪. ખોટા રસ્તે જતાં યુવાધન પર લગામ લાગશે સરકારના આ નિર્ણયથી અવિચારી લગ્નો અને સંતાનોની મનમાની અટકશે. આવારા તત્વો હવે લલચાવીને કોઈની જિંદગી બરબાદ નહીં કરી શકે. સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ અવળા રવાડે ચડતા યુવાનો પર લગામ આવશે. સામાજિક સુરક્ષા આપતા સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. ડો. પ્રકાશભાઇ કોરડીયા (કોળી-ઠાકોર સમાજ અગ્રણી)

૫. લવ જેહાદ પર રોક લાગશે હિન્દુ સમાજમાં લવ જેહાદ અને આડેધડ લગ્નોથી બરબાદ થતી જિંદગીઓ હવે અટકશે. આ નિર્ણયથી વાલીઓ સ્વમાનભેર જીવી શકશે અને સંતાનોને સાચું માર્ગદર્શન મળશે. સરકારના આ ઐતિહાસિક પગલાને રબારી સમાજ હૃદયપૂર્વક આવકારે છે. સામાજિક સુરક્ષા માટે આ નિર્ણય ખરેખર ખૂબ જ જરૂરી અને સરાહનીય છે. ઘનશ્યામભાઇ સાવધરીયા – રબારી સમાજ અગ્રણી

૬. વ્યથિત માતા-પિતા માટે આશાનું કિરણ સંતાનોના આવેગપૂર્ણ નિર્ણયો અને પ્રેમલગ્નથી વ્યથિત થતા માતા-પિતા માટે આ નિર્ણય આશીર્વાદરૂપ છે. હવે આંતરજ્ઞાાતીય લગ્નોમાં ઉતાવળે લેવાતા ખોટા નિર્ણયો અટકશે. વાલીઓ માટે આ કાયદો સોનાનો સૂરજ ઉગ્યા સમાન આનંદ લાવ્યો છે, જે સામાજિક શાંતિ અને પારિવારિક સુખ નિશ્ચિત કરશે. વિરેન્દ્રભાઇ આચાર્ય (બ્રહ્મ સમાજ અગ્રણી)

૭. સંતાનો-વાલીઓનું ભવિષ્ય સુરક્ષિત થશે સરકારના આ નિર્ણયને પ્રજાપતિ સમાજ આવકારે છે. આ ફેરફારથી સંતાનો અને વાલીઓનું ભવિષ્ય સુરક્ષિત થશે અને સમાજમાં માન જળવાશે. ખોટા નિર્ણયોથી દીકરીઓની બરબાદ થતી જિંદગીઓ બચશે. લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિનો આ નિયમ લવ જેહાદ અટકાવવા અને સામાજિક એકતા વધારવા માટે અત્યંત પ્રશંસનીય છે. ખીમજીભાઇ પ્રજાપતી (પ્રજાપતિ સમાજ અગ્રણી)

૮. સામાજિક ઘર્ષણનો અંત આવશે પ્રેમ લગ્નમાં થતા ઘર્ષણ અને વેરઝેર રોકવા સરકારનો માતા-પિતાની સહમતીનો નિર્ણય ઉત્તમ છે. દલવાડી સમાજ આ ફેરફારને હૃદયપૂર્વક આવકારે છે. વાલીઓ માટે આ સમાચાર કોઈ મોટા ઉત્સવથી કમ નથી, જે સામાજિક શાંતિ માટે હંમેશા યાદગાર રહેશે. રાકેશ ખાદલા (દલવાડી સમાજ અગ્રણી)

૯. ધામક દ્રષ્ટિએ પણ સંમતિનો નિર્ણય શ્રે સરકારનો નિર્ણય આવકાર્ય છે. ઇસ્લામ ધર્મ મુજબ પણ માતા-પિતા અને સંતાનોની પરસ્પર રજામંદીથી થતું કાર્ય હંમેશા શ્રે હોય છે. સામાજિક હિતમાં સરકાર દ્વારા લેવાયેલું આ પગલું ખરેખર ખૂબ જ સરાહનીય છે. પીરેતરીકત યુસુફ બાપુ (મુસ્લિમ સમાજ અગ્રણી)

૧૦. ભાગેડુ લગ્નથી સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત માતા-પિતાની મંજૂરી વિના ભાગીને લગ્ન કરવાના બનાવોથી સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થતું હતું. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી હવે આવા કિસ્સાઓ અટકશે. વાલીઓની સહમતીથી થતા કાર્યો જ જીવનમાં સાચી સફળતા અપાવે છે. આ લોકહિતકારી બદલાવ બદલ સરકારને ખૂબ-ખૂબ અભિનંદન. એન. કે. રાઠોડ (દલિત સમાજ અગ્રણી)

૧૧. ભોળપણનો શિકાર બનતી દીકરીઓને સુરક્ષા મળશે યુવતીઓને ખોટી ઓળખ આપી ફસાવતા તત્વો સામે સરકાર કડક હાથે કામ લેશે. જૈન અને અન્ય સમાજની દીકરીઓ સાથે થતી છેતરપિંડી અને લવ જેહાદના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થશે. માધવીબેન શાહ – જૈન સમાજ અગ્રણી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: નર્મદા કેનાલો રિપેરિંગના નામે 1લી માર્ચથી બંધ: ઉનાળુ પાક પર સંકટથી સુરેન્દ્રનગરના ખેડૂતોમાં ભારે રોષ
Next: થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ: વાહનચાલકો કલાકો સુધી અટવાયા

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add