ઘરમા દિકરીનો જન્મથાય એમાટે માનતાઓ બાધાઓ રાખી માતાજીએ પુર્ણ કરી હવે નિરાધાર અનાથ લોકો સાથે દર વર્ષે જન્મદિવસની ઉજવણી કરાયછે
ઘરમા દિકરીનો જન્મ ન થાય ત્યા સુધી પિતાએ બાલ અને દાઢી ન કરવાની નેમ લીધી હતી

સુરેન્દ્રનગર શહેરના રતનપર રહેતા હેરમા પરીવારમા દિકરીનુ ખુબજ મોટુ મહત્વછે અજયસિહ પરમાર અને એમના પત્ની કિજલબા ના લગ્ન થયા અને એમના ઘેર દિકરા રુદ્રરાજસિહ નો જન્મ થયો એનો આનંદ તો પરીવારને હતોજ પરંતુ પોતાના ઘેર દિકરીનો જન્મ થાય એમાટે થયને પિતા અજયસિહ એ માનતાઓ અને બાધાઓ રાખી જયા સુધી દિકરીનો જન્મ નથાય ત્યા સુધી બાલ અને દાઢી નહી કરાવે સમય અને દિવસો વિતવા લાગ્યા પરંતુ માતાજીપર એમનો અતૂટ વિશ્વાસ અને એના થકીજ માતાજીએ કૃપા કરી અને પત્ની કિજલબાને સારા દિવસો શરુ થતાજ પરીવારમા આનંદની લાગણી પ્રસરાઇ ગય અને પછી હેરમા પરીવારના ઘેર દિકરીનો જન્મ થયો એના વધામણા ઢોલ નગારા અને ફુલોની વર્ષા સાથે કર્યા દિકરીનુ નામ ભાગ્યશ્રીબા રાખવામા આવ્યુ દિકરીના દર વર્ષે જન્મદિવસ નિમિત્તે હેરમા પરીવાર અનોખી ઉજવણી કરેછે જેમા નિરાધાર વિકલાંગ મંદબૃધ્ધિ બ્લાઇન્ડ અનાથ લોકો સાથે દિકરીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવણી કરેછે દિકરીના પાચમા જન્મદિવસ નિમિત્તે શહેરના મુળચંદ રોડ પર આવેલ અનાથ બાળકોનુ આશ્રયસ્થાન પર જયને અનાથ બાળકો સાથે કેક કાપી વિવિધ રમતો રમીને તમામ બાળકોને ભેટ આપી એમની સાથે ભોજન લયને દીકરીના જન્મદિવસ ની ઉજવણી કરી હતી એક કહેવાતછે કે દિકરી વ્હાલનો દરિયો દિકરી બે કુળને તારેછે એ તમામ કહેવતોને સાર્થક રતનપરના હેરમા પરીવાર કરી રહ્યો છે