Maha Shivratri | સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વને લઈને કંદમૂળ શક્કરીયા અને બટાકાનું વેચાણ કરતા વેપારીઓ સવારથી બજારમાં વેચાણ કરવા બેસી ગયા હતા.ગત વર્ષ કરતા હાલમાં બજારમાં શક્કરીયાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૫૦ થી ૭૦ તેમજ બટાકાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૪૦ થી ૫૦ રૂપિયા બોલાયો હતો.
શિવરાત્રી પર્વના દિવસે કંદમૂળ ખાવાની જૂની પરંપરા રહેલી છે ઉલ્લેખનીય છે કે શિવરાત્રીના દિવસે લોકો આ કંદમૂળ ખાઈ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખતા હોય છે અને શ્રદ્ધાથી ભક્તિ કરે છે.
ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત લખતર શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં શક્કરીયા અને બટેકાની સ્થાનિકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરતા બજારોમાં નજરે પડયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી, લીંબડી, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં પણ મહાશિવરાત્રીના પર્વને લઈને શક્કરીયા અને બટેકાની ખરીદીમાં ભીડ જોવા મળી હતી.