લખતર તાલુકાના કડુ ગામે હાઈવે પર આવેલી બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષો પર રહેલા ભમરિયા મધના પૂડા અચાનક ઉડતા મધમાખીઓએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં 10થી વધુ લોકોને ગંભીર ડંખ વાગતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા લખતરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મધમાખીઓનો આતંક એટલો પ્રબળ હતો કે હાઈવે પરથી પસાર થતા બાઈક ચાલકો પોતાનો જીવ બચાવવા માટે વાહનો રસ્તા પર જ મૂકીને નજીકના તળાવના પાણીમાં કૂદી પડ્યા હતા.
આ ઘટનાને કારણે બસ સ્ટેન્ડ આસપાસના લારી-ગલ્લાના વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ કરી દેવાની ફરજ પડી હતી. કડુ ગામ પાસે અવારનવાર સર્જાતી આ સમસ્યાને કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
Sayla Highway Accident | સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માતની વણઝાર સર્જાઈ હતી, જેમાં ત્રણ જુદી-જુદી દુર્ઘટનાઓમાં બે…
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી 22…
Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે…
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…