Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળેલા 5 ગામના ખેડૂતો અને બીલ્ડરોએ નોંધાવ્યો વિરોધ..

jeet 8 November 2025
Untitled design_20251108_115821_0000

મનપા લોકોના વિકાસ માટે બની છે કે વિનાશ માટે ? બિલ્ડરો ખેડુતો

ડી-4 માંથી ડી-2નો દરજ્જો આપવા મુદ્દે વિરોધ..

Join Our WhatsApp Group

માળોદ , ખેરાળી, ચમારજ,મુળચંદ, ખમિયાણા ગામના 20 હજાર થી વધુ ખેડૂતોની જમીનો પર થશે અસર..

સુરેન્દ્રનગર નગરપાલિકાને કોર્પોરેશનનો દરરજો આપવામાં આવેલ છે તેનાથી પાંચ ગામના ખેડુતો આનંદની લાગણી છવાયેલી છે પણ તે હવે લોકોને આશા બંધાણી છે કે શહેરનો વિકાસ ઝડપથી થઇ શકશે.પણ મહાનગર બન્યું ત્યાર થી ખેડૂતો અને કોન્ટ્રાક્ટરો પરેશાન બન્યા છે.

23 જૂનના રોજ શહેરી વિકાસ સચિવનાં હુકમથી સુરેન્દ્રનગર કોર્પોરેશનને ડી-4 માં થી ડી-2 નો દરરજો આપવામાં આવેલ છે જે મોટા શહેરો ને ડી-2 માં રાખવામાં આવેલ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લો ઘણો પછત છે અહીંયા રોજગારી ની તકો ખુબ જ ઓછી છે ડી-2 માં ગ્રામ્યના પાંચ ગામ માળોદ , ખેરાળી, ચમારજ,મુળચંદ, ખમિયાણા આ ગામને કોર્પોરેશન માં સામેલ કરેલ છે તે સિવાય ના ખેડૂતો વઢવાણ , રતનપર,જોરાવરનગર ના 40% જમીન કપાત રાખવામાં આવે છે તે નિયમ સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તાર માટે ઘણો જ અઘરો છે ખેડુતો બેહાલ થઇ જશે ગ્રામ્ય ની આર્થિક સ્થિતી હાલકડોલક છે તેવા સંજોગો માં ૪૦% જમીન કપાત નિયમ ગ્રામ્ય વિસ્તારમાં ઉભું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે ખેડૂતો તેમના ખેતરની કિમંત 40% ઘટી જશે.

આર્થિક મોટો ફટકો પડશે વિસ્તાર ના પાંચ ગામ જોડવાની જે વાત ચાલે છે તે ગામને અસર સર્જાશે આ સાથે શહેરને પણ એટલે કે સુરેન્દ્રનગર- વઢવાણ-રતનપર-જોરાવરનગર-દુધરેજ એવા ગામોને પણ અત્યંત નુકશાન થશે અને ખેડુતો સરકાર સાથે છીએ. સરકાર સામે કોઇ આંદોલન નથી પણ સરકારસાથે કોઇ ખેડુતોની સરકાર સામે રજુઆત કરવાની ફરજ છે કારણ કે જુનાગઢમાં કોર્પોરેશન બન્યા પછી ૮ વર્ષ પછી 40% નું કપાત લાગુ કરેલ તો આ જીલ્લામાં આઠ વર્ષ પછી લાગુ કરવું જોઈએ તેવી વિનંતી છે. વઢવાણ તાલુકાના દરેક ગામમાં અતિવ્રુષ્ટી જેવું ( વરસાદ ) ના કારણે અનેક ગામના ખેડુતો બેહાલ નુકશાની ભોગવી રહ્યા છે ત્યારે પાકધિરાણ માફ કરવા જોઇએ તેમજ 100% વળતર ચુકવવું જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે..

● 1990 થી 2025 સુધીમાં સુરેન્દ્રનગર ને એક પણ TP નવી નહીં મળી – કોન્ટ્રાક્ટરોનો જન આક્રોશ.

1990 માં સુરેન્દ્રનગર શહેરના વિકાસ થાય તે માટે 3 નવી ટી.પી જાહેર કરવામાં આવી હતી પરંતુ ત્યાર પછી 2025 સુધીમાં સરકાર દ્વારા તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા એક પણ નવી ટીપી જાહેર કરવામાં આવી નથી જેને લઇને કોન્ટ્રાક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે અન્ય જિલ્લાઓમાં 60 થી 65 જેટલી નવી ટીપીઓ જાહેર કરી અને વિકાસના કામો થાય તે પ્રકારના પ્રયાસો સરકાર અને તંત્ર એ હાથ ભર્યા છે 2017માં સુડા બનાવવામાં આવ્યું પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાનો પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કલેક્ટર કચેરીમાં રજૂઆત દરમિયાન આક્ષેપો કરવામાં આવ્યો છે સોસાયટીઓ ડેવલપિંગ થાય છે પરંતુ તેમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટો કોઈ પણ પ્રકારની સુવિધા પાલિકા કે તંત્ર નથી આપતું કોન્ટ્રાક્ટરને જ આ સુવિધાઓ પૂરી પાડવી પડી રહી છે એટલે કોઈ પણ પ્રકારની 1990 પછી સુરેન્દ્રનગર જિલ્લામાં નવી ટીપી આવી નથી જેની લઈ કલેક્ટરમાં કોન્ટ્રાક્ટરોએ પણ રજૂઆત કરી છે.

● ડી-4 માંથી ડી-2નો દરજ્જો મળશે તો જિલ્લાના 20,000 થી વધુ ખેડૂતોની 40% જમીનો કપાતમાં જતી રહેશે..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંના 20,000 થી વધુ ખાતેદારો ની જમીન ઉપર તોડાતું જોખમ છે કારણ કે નવો નિયમ મહાનગરપાલિકા નો જાહેર કરવામાં આવશે તો તેમાં 40% જેટલી જમીનો છે તે કપાતમાં જતી રહેશે જેને લઈને ખેતરો જમીનોની કિંમત ઘટી જશે તેવું ખેડૂતોએ અંદાજ લગાવ્યો છે ત્યારે તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવે અને ડી-4 માંથી ડી-2 નો દરજ્જો ન આપવા અંગે પણ ખેડૂતોએ કલેકટરને રજૂઆત કરી છે…

જુના બીનખેતીના ભાવો અને અત્યારના ભાવોમા મોટી તફાવત સર્જાશે

સુરેન્દ્રનગર શહેર તેમજ આજુબાજુના વિસ્તારમા દાખલા તરીકે કોઇ બીનખેતી ડેવલોપમેન્ટ કરેલ જગ્યાનો ભાવ 5000 વારછે એનીજ બાજુમા આવેલ ખેતર 40% કપાતના કારણે કાચી જગ્યા ડેવલોપમેન્ટ વગરની પણ ઉચા ભાવે પડશે જેથી એનુ વેચાણ કરવુ અધરુ બનશે

10 એકરમાથી 4 એકર સરકારમા જાય

40% કપાતના કારણે 10 એકર જગ્યા હોયતો એમાથી 4 એકર જગ્યા સરકારમા જાય પછી વધેલી 6 એકરમા રોડ રસ્તા કોમનપ્લોટ આ જગ્યા અંદાજે 20 થી 25% કપાઇ જાય પાછળ વધે એના ભાવ કોણ આપે આથી 40% કપાત નો નિયમ હાલ સ્થગિત કરવા માંગ કરાઇ છે

40%કપાતના કારણે 500 કરોડનુ ટર્નઓવર ઠપ્પ થયુ અનેક ધંધારોજગાર વાળા બેકાર બન્યા

સરકાર દ્રારા 40%કપાત કરાતા સુરેન્દ્રનગર શહેર સહીત આજુબાજુના 5 ગામોમા બાંધકામ ના કામો ઠપ્પ થય ગયાછે એના કારણે કડીયા મંજુરો રેતી સીમેન્ટ કપચી પથ્થરો મીસ્ત્રીકામ કલરકામ સહીતના કામો ઠપ્પ થય જતા આ તમામ કામો સાથે સંકળાયેલા લોકો હાલ બેકાર બન્યા છે

ડી 4મા ડેવલોપીગ ચાર્જ 150 ડી 2 મા 300 થયો

અગાઉ ડી 4 મા ડેવલોપીગ ચાર્જ મીટરે 150 હતો હવે ડી 2 મા આવતા આજ ચાર્જ મીટેરે 300 થય જતા આર્થિક ફટકો એમા પણ પડ્યો હોવાની બિલ્ડરોએ રજુઆત કરી હતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના ૬૦ ફૂટ રોડ ઉપર આવેલા આઇકોનિક રોડ ઉપર ના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કમિશનરને કરાઈ રજૂઆત..
Next: સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, દૈનિક 100 ખેડૂતની મગફળી ખરીદાશે

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add