Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રા શહેર ભાજપ કારોબારી બેઠક: આગામી ચૂંટણીઓ માટે સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડાઈ

surendranagarupdate1@gmail.com 19 March 2026
Dhrangadhra BJP News

ધ્રાંગધ્રામાં આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આજરોજ શહેર પ્રભારી જિજ્ઞાશાબેન નાયક અને રમિલાબેન મકવાણાની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા શહેર ભાજપ કારોબારીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ અને મહામંત્રી રાજદીપકસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ સંગઠનની શક્તિ અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પક્ષમાં વિશેષ જવાબદારી સંભાળનાર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ મકરાણી, પાટડી પ્રભારી જીતુભાઈ ચૌહાણ, મૂળી પ્રભારી કિરીટસિંહ જાડેજા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનું અભિવાદન કરાયું હતું. શક્તિ કેન્દ્રના સંયોજકો અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકે કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે, જ્યાં સૌએ આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે મક્કમ સંકલ્પ લીધો હતો.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કેન્સર પીડિત મહિલાઓ માટે નાનકડી બાળકી મિન્સા પંજવાનીએ વાળનું દાન કર્યું
Next: સુરેન્દ્રનગરમાં ભારે પવનના કારણે રવિ પાકનો સોથ વળ્યો, ખેડૂતે સહાયની માંગ કરી

Related News

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

user 2 22 March 2026
surendranagar-dhangadhra-road-katuda-triple-accident-news

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર કટુડા નજીક ત્રિપલ અકસ્માત: 2ના મોત, 6ને ઈજા

user 2 22 March 2026
Surendranagar Update New Logo

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર પર કબજો કરનારને તલાટી દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add