Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલામાં 11 માર્ચથી બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ’નો પ્રારંભ

surendranagarupdate1@gmail.com 11 March 2026
Chotila Utsav

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 11 અને 12 માર્ચના રોજ ભવ્ય ‘ચોટીલા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળશે. આ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી મંદિરના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે દરરોજ રાત્રે 8 કલાકે યોજાશે.

ઉત્સવના પ્રથમ દિવસે, એટલે કે 11 માર્ચના રોજ રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા ગણેશ વંદના અને લાવણી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા રજૂ કરવામાં આવતો પ્રખ્યાત ‘હુડો રાસ’ પ્રેક્ષકોમાં આકર્ષણ જમાવશે.

Join Our WhatsApp Group

ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના કલાકારોનું પાવરી નૃત્ય પણ આ દિવસની વિશેષતા રહેશે. પ્રથમ દિવસનું મુખ્ય આકર્ષણ અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી-ફોક ફ્યૂઝન મ્યુઝિક શો’ બની રહેશે, જે ઝવેરચંદ મેઘાણીની રચનાઓને આધુનિક શૈલીમાં રજૂ કરશે.

મહોત્સવના બીજા દિવસે, 12 માર્ચના રોજ વડોદરાના કલાકારો દ્વારા ફ્યૂઝન ગરબા અને જોરાવરનગરના માલધારી રાસ મંડળ દ્વારા ગોફ રાસની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે જ ભરૂચના કલાકારો દ્વારા પ્રખ્યાત સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોક સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ દ્વારા ગુજરાતની અસ્મિતા અને લોકકલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને કલાપ્રેમીઓને ઉમટી પડવા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Chotila Utsav (ચોટીલા ઉત્સવ)

Post navigation

Previous: સાયલાના ઈશ્વરીયામાં જૂની અદાવતમાં પિતરાઈ ભાઈઓનો યુવાન પર છરી વડે જીવલેણ હુમલો
Next: પાટડીમાં PGVCL અને પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: 3 ગામોમાંથી ₹1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ

Related News

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

user 2 22 March 2026
ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026
ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add