Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલા સર્કિટ હાઉસમાં ડેપ્યુટી કલેક્ટરના દરોડા: ગેરકાયદેસર રોકાયેલા 4 શખ્સોની અટકાયત

surendranagarupdate1@gmail.com 18 March 2026
Chotila Circuit House Raid

Chotila Circuit House Raid

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં સરકારી સર્કિટ હાઉસમાં ચાલી રહેલી અનિયમિતતાઓ સામે ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ લાલ આંખ કરી છે.

લાંબા સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે, આરએન્ડબી (R&B) વિભાગના સંચાલન હેઠળના આ સરકારી ગેસ્ટ હાઉસમાં નિયમોનું ઉલ્લંઘન કરીને બિનસરકારી વ્યક્તિઓને આશરો આપવામાં આવે છે. આ બાતમીના આધારે ડેપ્યુટી કલેક્ટરે અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

તપાસ દરમિયાન સર્કિટ હાઉસના રૂમોમાં ગેરકાયદેસર રીતે રોકાયેલા 4 શખ્સો ઝડપાયા હતા. આ વ્યક્તિઓ પાસે રોકાણ માટેના કોઈ માન્ય પુરાવા કે સત્તાવાર મંજૂરી નહોતી.

Join Our WhatsApp Group
ઝડપાયેલા શખ્સોમાં રાજકોટના ગારીડાના હરેશ માવજીભાઈ ધાડવી, ચોટીલાના ગુંદા ગામના હરેશ પોલાભાઈ વાઘેલા, રાજપરાના અરવિંદ પાંચાભાઇ ચાવડા અને ગુંદાના ગોરધનભાઈ જાદવભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને ઝડપી પાડી મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને તેમની સામે જામીનગીરી સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

ડેપ્યુટી કલેક્ટરે આ મામલે સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક તપાસના આદેશ આપ્યા છે. સરકારી મિલકતનો દુરુપયોગ કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ કાર્યવાહીથી સરકારી આવાસમાં વગદાર લોકોના જોરે ઘૂસી જતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Chotila Circuit House (ચોટીલા સર્કિટ હાઉસ) Chotila Deputy Collector (ચોટીલા નાયબ કલેક્ટર) H. T. Makwana (એચ. ટી. મકવાણા)

Post navigation

Previous: સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીઓને તાળા: પગાર વધારાની માંગ સાથે 2710 કર્મચારીઓ હડતાલ પર
Next: થાનગઢ : ગેસની અછત અને ભાવ વધારાના કારણે 50થી વધુ સિરામિક કારખાનાઓને તાળા, 1500 શ્રમિકો બેરોજગાર

Related News

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

user 2 22 March 2026
ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026
ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add