Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદ્રસિંહ મોરી પાસેથી 1.22 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

user 2 9 April 2026
જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદ્રસિંહ મોરી પાસેથી 1.22 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. (NA) કૌભાંડમાં સંકળાયેલા સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

એસીબી (ACB) વિભાગ દ્વારા કરવામાં આવેલી મિલકતની તપાસમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, ચંદ્રસિંહ મોરી પાસે તેમની કાયદેસરની આવક કરતા 56.89 ટકા વધુ સંપત્તિ છે. તપાસ દરમિયાન કુલ 1.22 કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join Our WhatsApp Group

તપાસમાં સામે આવ્યું છે કે ચંદ્રસિંહ મોરીએ સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર આવક ઊભી કરી હતી. તેમણે પોતાના પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓના નામે સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હતી.

કુલ 1,22,27,658 રૂપિયાની આ મિલકતો ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદવામાં આવી હોવાની પુષ્ટિ થતા એસીબીએ વધુ એક ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડમાં ચંદ્રસિંહ મોરી મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા હતા.

આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.ડી. પટેલને સોંપવામાં આવી છે. એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને તેમની ટીમે પુરાવા એકત્રિત કર્યા છે. એસીબી દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પાસે ચંદ્રસિંહ મોરીની ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કે અન્ય પુરાવા હોય, તો તે એસીબીને સોંપે જેથી આરોપી સામે વધુ કડક પગલાં ભરી શકાય.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર એટીવીટી સેન્ટરમાં અરજદારોની કતારો: ઇ-સાઇનના ધાંધિયા અને સ્ટાફની અછતથી જનતા પરેશાન
Next: સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી: કમોસમી વરસાદથી પાક બચાવવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ

Related News

surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

surendranagarupdate1@gmail.com 13 April 2026
Surendranagar Municipal Corporation

સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

surendranagarupdate1@gmail.com 9 April 2026
સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

user 2 9 April 2026

Recent Post

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

13 April 2026
લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત truck hit pedestrian at Bhaskarpara Village lakhtar 7 dead

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

13 April 2026
સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ Surendranagar Municipal Corporation

સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

9 April 2026
સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

9 April 2026
સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારોમાં મિલકત ટેક્સ ભરવા અને નો-ડ્યુ સર્ટિફિકેટ લેવા ભારે ઘસારો સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારોમાં મિલકત ટેક્સ ભરવા અને નો-ડ્યુ સર્ટિફિકેટ લેવા ભારે ઘસારો

સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારોમાં મિલકત ટેક્સ ભરવા અને નો-ડ્યુ સર્ટિફિકેટ લેવા ભારે ઘસારો

9 April 2026
સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી: કમોસમી વરસાદથી પાક બચાવવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી: કમોસમી વરસાદથી પાક બચાવવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ

સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી: કમોસમી વરસાદથી પાક બચાવવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ

9 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add