Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરઃ OBC અનામતમાં વધારો કરવા ભાજપ, કૉંગ્રેસ અને આપ નેતાઓ એક મંચ પર

jeet 25 November 2025
20251125_083321_0000

OBC સમાજને અનામતમાં વધારો કરવા માંગ..

ભાજપ કૉંગ્રેસ અને આપ ના OBC સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં થયા એકત્રિત..

Join Our WhatsApp Group

144 જાતિઓ OBC અનામતમાં આવી રહી છે..

જેને 27% અનામત આપવામાં આવી રહી છે..

ગુજરાતમાં 50% થી વધુ OBCની વસ્તી હોવાની લેખિત રજુઆત..

અનામતમાં વધારો કરવામાં આવે નહિતર આંદોલનની ચીમકી ઉચારવા માં આવી..

સુરેન્દ્રનગરમાં ઓબીસી કેટેગરીની અનામતમાં વધારાની માંગ સાથે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે જેની જેટલી આબાદી કેટલી તેની ભાગીદારી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54% જેટલી અનામત આપવાની માંગ કરવામાં આવી છે અને આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ આવેદનપત્ર પહોંચાડવાની માંગ છે તે કરવામાં આવી છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 27% અનામત રાખવામાં આવ્યું છે જ્યારે અનામત લાગુ કરવામાં આવી ત્યારે ઓબીસીમાં 82 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ તેમાં ધીમે ધીમે વધારો કરતા નવી 64 જેટલી જાતિઓ ઉમેરવામાં આવી હતી અને હાલના તબક્કામાં 140 થી વધુ જાતિઓને ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવી છે ત્યારે હાલના તબક્કામાં તામિલનાડુમાં ઓબીસી ની વસ્તી 50% છે તેલંગાણામાં 42% છે કેરલમાં 30 % છે આંધ્ર પ્રદેશમાં 29% છે અને 1931 ની વસ્તી ગણતરી મુજબ આ રાજ્યોમાં ઓબીસીની 52% વસ્તી ધ્યાનમાં લેવામાં આવી હતી.

આ સમગ્ર બાબતને લઈ અને ઓબીસી સમાજના આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા છે અને જિલ્લા કલેકટરને મુખ્યમંત્રી મારફતે પત્ર લખી અને રજૂઆત કરી અને ઓબીસી કેટેગરીમાં વધારો કરવાની માંગ સાથે 27% ના સ્થાને 54% કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે જો આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઓબીસી સમાજ અને જાતિઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવો પડશે તેવી પણ ચીમકીઓ આપવામાં આવી છે.

ઓબીસી આયોગ ને કાનૂની દરજ્જો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી ઝડપથી પૂરી કરી અને ત્યારબાદ ઓબીસી વસ્તીની ટકાવારી મુજબ કાયમી ધોરણે અનામત આપવાની માંગ પણ કરવામાં આવી છે અલગ અલગ 18 જેટલી માંગો છે તે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સમક્ષ મૂકવામાં આવી છે અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે અને તાત્કાલિક ઓબીસીની જાતિઓમાં 54 ટકાની અનામત આપવાની માંગ પણ કરાઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર માં મૃતક પિતાની ઈચ્છા પુત્રએ પુરી કરી..
Next: વઢવાણ વિધાનસભા માં SIR કામગીરી અંતર્ગત સમાજસેવક નું સન્માન કરાયું.

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add