Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘આંગણનો ઉત્સવ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાળકોના પોષણ, આરોગ્ય, પ્રારંભિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નાનાં બાળકો અને માતાઓને જરૂરી પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી સંચાલકોનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાંપાનેરી, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ આંગણવાડી કાર્યકરોની કામગીરીને બિરદાવીને બાળકોના યોગ્ય ઘડતર માટે તેમની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. સ્થાનિક રહીશો અને લાભાર્થીઓએ આ આયોજનને ઉત્સાહભેર વધાવી લીધું હતું.
