સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના પીપળી ગામે આવેલા રામદેવપીરના મંદિર પાસે ચેન સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શંખેશ્વરના રામચાલીસવાસ વિસ્તારમાંથી દર્શન કરવા આવેલા હંસાબેન ગણપતભાઈ પ્રજાપતિ જ્યારે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે અજાણ્યા બદમાશોએ તેમના ગળામાંથી સોનાનો ચેન આંચકી લીધો હતો. લૂંટાયેલો સોનાનો ચેન આશરે 11 ગ્રામનો હતો.જેની બજાર કિંમત 1.10 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ અજાણ્યા ઈસમો ચેન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ માલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
