Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો: ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો

User 3 12 May 2026
SURE KHATR N

ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે ખાતરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને કપાસના વાવેતર સમયે પાયાના ખાતર તરીકે વપરાતા APS અને NPK ખાતરના ભાવમાં અનુક્રમે 700 અને 200 રૂપિયાનો વધારો થતા ખેડૂતોની ખેતી મોંઘી બની છે.

નવા ભાવ અને સ્ટોકની વિગત

Join Our WhatsApp Group

નવી કિંમતો અનુસાર, APS ખાતર જે અગાઉ 1,550 રૂપિયામાં મળતું હતું. તેમાં 700 રૂપિયાનો વધારો થતા હવે ખેડૂતોએ પ્રતિ બેગ 2,250 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે NPK ખાતરના ભાવ 1,950 થી વધીને 2,150 રૂપિયા થયા છે. DAP ખાતરનો ભાવ 1350 અને યુરિયાનો ભાવ 267 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકો પર કુલ 3,884 મેટ્રિક ટન NPK, 3,108 મેટ્રિક ટન યુરિયા અને 839 મેટ્રિક ટન DAP ખાતરની ફાળવણી કરવામાં આવી છે.

તાલુકાવાર ખાતરની ફાળવણી (મેટ્રિક ટનમાં):

ડેપો         યુરિયા   DAP    NPK

ચોટીલા    112      109    206

દસાડા      352     175     295

ધ્રાંગધ્રા     448      212    551

સાયલા    322       67     374

ચુડા         157        63     487

લખતર    385      43     227

લીંબડી    459       75     239

મુળી        294         57     994

થાનગઢ   030       011    100

વઢવાણ   547       122    406

કુલ         3,108     0839   3,884

અધિકારીની અપીલ: વૈકલ્પિક ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવો

નાયબ ખેતીવાડી અધિકારી ભરત પટેલે ખેડૂતોને અપીલ કરી છે કે, હાલમાં ખાતરની અછત અને વધતા ભાવને જોતા ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. DAP ના સ્થાને સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) નો ઉપયોગ જમીન અને ખિસ્સા બંને માટે ફાયદાકારક છે. વધુમાં, જો ખેડૂતો કપાસ સાથે તુવેર જેવા સહયોગી પાકોનું વાવેતર કરે તો જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન પેદા થાય છે. જેનાથી યુરિયાની જરૂરિયાત ઘટે છે. ખેતીના ખર્ચને ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ છે.તંત્ર દ્વારા તમામ ડેપો સંચાલકોને નવા ભાવ મુજબ જ વેચાણ કરવા અને સ્ટોકની પારદર્શક જાળવણી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં  42 ડિગ્રી તાપમાનમાં જનજીવન પ્રભાવિત, સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ વિતરણ
Next: સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add