Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ઉજ્જૈનથી બાધા પૂરી કરી પરત ફરતા સુરેન્દ્રનગરના 3 મિત્રોને અકસ્માત, 2 યુવાનોના મોત

User 3 11 May 2026
SURE MOT N

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને બાધા પૂરી કરવા ગયેલા ત્રણ જીગરજાન મિત્રોની કારને પરત ફરતી વખતે બદનાવર પાસે અકસ્માત નડ્યો હતો. માર્ગ પર એકાએક બાઇક આડું ઉતરતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રતનપરના બે આશાસ્પદ ક્ષત્રિય યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે જોરાવરનગરનો અન્ય એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, જોરાવરનગર અને મૂળ મૂળીના વતની (હાલ રતનપર) મિત્રો પોતાની i20 કાર લઈને ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા અને બાધા પૂરી કરવા માટે ગયા હતા. બાધા પૂરી કરી ખુશી-ખુશી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક બાઇક ચાલક આડો ઉતરતા કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને કાર ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. અને 20 ફુટ ઉડી ખાઇમાં ખાબકી હતી

Join Our WhatsApp Group

આ અકસ્માતમાં જોરાવરનગરના જયદીપસિંહ ઝાલા (ઉર્ફે ભયલુ)નું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા રતનપરના કાનભા પરમારનું પણ રતલામ ખાતે સારવાર દરમિયાન કરુણમોત નિપજ્યું હતું.

હજારોની મેદની વચ્ચે અંતિમ સંસ્કાર:

ક્ષત્રિય સમાજના બે આશાસ્પદ યુવાનોના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. રતનપર ખાતે બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત હજારો લોકો ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

એક યુવક ગંભીર સારવાર હેઠળ:

અકસ્માતમાં જોરાવરનગરના દંગી (કંસારા) પરિવારના યુવક યશ દંગી ને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેને રતલામની હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હસતા-રમતા દર્શન કરવા ગયેલા યુવાનોના પાર્થિવ દેહ ઘરે આવતા પરિવારો પર આભ ફાટ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર
Next: લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાન નજીક આઈશર અને બોલેરો વચ્ચે અકસ્માત, ચાલક ઈજાગ્રસ્ત

Related News

Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

surendranagarupdate1@gmail.com 1 September 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add