સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના પડતર પ્રશ્નોના નિકાલ માટે આગામી 26 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે દરેક તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત, જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ 28 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કરવામાં આવ્યો છે.
જે નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માંગતા હોય તેમણે તાલુકા અને જિલ્લા કક્ષા માટે 10 મે 2026 સુધીમાં swagat.gujarat.gov.in વેબસાઈટ પર સાંજે 6:00 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજદારે જરૂરી તમામ દસ્તાવેજોની PDF ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ 2 પ્રશ્નો રજૂ કરી શકશે. ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે 10 મે સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારી (TDO) ને 2 નકલમાં અરજી આપવાની રહેશે. નોંધનીય છે કે કોર્ટ મેટર, સેવા વિષયક બાબતો કે બેન્કિંગને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
