રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા હેઠળ આવતી 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જે ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે, તેઓ નિર્ધારિત સ્થળોએ જઈને પોતાનું ફોર્મ સબમિટ કરી શકશે. તંત્ર દ્વારા 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ સ્વીકારવા મુખ્ય 2 સ્થળો નક્કી કરાયા છે.
પ્રથમ સ્થળ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે રૂમ નંબર 1, મામલતદારની ચેમ્બરની બાજુમાં, તાલુકા સેવા સદન, રાજકોટ-અમદાવાદ હાઈવે છે. બીજા સ્થળ તરીકે થાનગઢ ખાતે લાખામાચી રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ સમયમર્યાદામાં આ નિયત સ્થળો પર જઈને પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.
