Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

user 2 5 April 2026
સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું કોઠારીયા ગામ આજે સમગ્ર ગુજરાતમાં માનવતા અને પશુસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સ્વ. વજા ભગત દ્વારા શરૂ કરવામાં આવેલી અબોલ જીવોની સેવા આજે પણ રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા અવિરત ચાલી રહી છે.

આ ગામમાં 3000ની વસ્તી સામે 1000થી વધુ ગાયોની વિશાળ ગૌશાળા આવેલી છે. અહીં રોજ સવારે 3 વાગ્યાથી 70 જેટલી મહિલાઓ દ્વારા 20 મણ લોટના રોટલા તૈયાર કરી જરૂરિયાતમંદો, અંધજનો અને સાધુ-સંતો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં નાત-જાતના ભેદભાવ વગર દરરોજ 4000 લોકોને છાશ અને દર્દીઓને વિનામૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવે છે.

Join Our WhatsApp Group

વજા ભગતની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 11 એપ્રિલ 2026થી ગામમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પોથી યાત્રા, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ અને રુકમણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે. કથા દરમિયાન દરરોજ 1 લાખથી વધુ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કોઠારીયા અને આજુબાજુના ગામોના 1500થી વધુ સ્વયંસેવકો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. અહીં કીડીથી લઈને કુંજર સુધી તમામની સંભાળ લેવામાં આવતી હોવાથી કોઠારીયા સાચા અર્થમાં ‘ગોકુળિયું ગામ’ બન્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
Next: થાન કોર્ટનો મહત્વનો ચુકાદો: હદપારીના હુકમનો ભંગ કરનાર આરોપીને 1 વર્ષની કેદની સજા

Related News

wadhwan Khamisana Canal Bridge

વઢવાણના ખમીસાણા પાસે નર્મદા કેનાલનો પુલ 1 વર્ષથી બંધ રહેતા 7 ગામના લોકોમાં ભારે રોષ, જોખમી પુલ પરથી અવરજવર કરવા મજબૂર

surendranagarupdate1@gmail.com 29 June 2026
wadhwan-police-gambling-raid-dedadra-village-controversy

દેદાદરા નજીક જુગારધામ પર રોડા: અધૂરો મુદ્દામાલ દર્શાવતા વઢવાણ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

surendranagarupdate1@gmail.com 26 June 2026
WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add