Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

મુળીમાં ખેડૂતો ‘ખેડૂત પેનલ’ બનાવી ભાજપ-કોંગ્રેસ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે

surendranagarupdate1@gmail.com 3 April 2026
muli-farmers-to-contest-local-body-elections-with-khedut-panel

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે મૂળી તાલુકાના ખેડૂતોએ પ્રસ્થાપિત રાજકીય પક્ષો સામે બંડ પોકાર્યો છે.

ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પર ભરોસો રાખવાને બદલે ખેડૂતોએ પોતાની સ્વતંત્ર ‘ખેડૂત પેનલ’ બનાવી ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મૂળી તાલુકા પંચાયતની તમામ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 03 બેઠકો (મૂળી-01, મૂળી-02 અને સરા) પર ખેડૂતો પોતાના ઉમેદવારો ઉતારશે.

Join Our WhatsApp Group

ખેડૂતોમાં આ રોષ પાછળ મુખ્ય કારણો સિંચાઈના પાણીની સમસ્યા, જણસના અપૂરતા ભાવ અને ખેતી માટે જરૂરી યુરિયા-ડીએપી ખાતર તેમજ બિયારણની અછત છે.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે દર વર્ષે રજૂઆતો કરવા છતાં કોઈ પણ પક્ષ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ગત ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે કેટલીક બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ આ વખતે ખેડૂતો જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠીને માત્ર ‘ખેડૂત’ ઓળખ સાથે મેદાને પડશે.

આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખેડૂત પેનલના આગમનથી હવે મૂળી તાલુકામાં ત્રિપાંખિયાને બદલે ચતુષ્કોણીય જંગ ખેલાશે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસની વોટબેંક પર પડી શકે છે. જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ત્યારે આ પેનલના ઉમેદવારો સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવશે.

આ પહેલથી પરંપરાગત રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત પેનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો ખેડૂતો એકજુથ થઈને મતદાન કરશે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક આવી શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધાંગધ્રાની કુડા ચોકડી પાસેથી ₹9.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો: LCB એ દારૂ ભરેલી કાર પકડી
Next: ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

Related News

Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Gambling Raid

ખાટડી ગામની સીમમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 23 August 2026
muli-police-recovers-vehicles-in-five-crore-fraud-case

મુળીના ઉમરડા ગામે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને મુળી પોલીસે વાહનો પરત અપાવ્યા

surendranagarupdate1@gmail.com 12 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add