Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

મુળી-ટીકર રોડ પર રેલવે ફાટકથી વાહનચાલકો પરેશાન, અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ

surendranagarupdate1@gmail.com 3 April 2026
muli-tikar-road-railway-crossing-traffic-problem-bridge-demand

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થી ટીકર જતા મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો અને સ્થાનિક ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયું છે.

આ માર્ગ પરથી રાજકોટ, જામનગર અને દ્વારકા તરફ જતી અનેક પેસેન્જર તથા માલગાડીઓ પસાર થાય છે, જેના કારણે દિવસમાં 10 થી વધુ વખત ફાટક બંધ કરવું પડે છે.

Join Our WhatsApp Group

નવાઈની વાત એ છે કે ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે.

મુળી તાલુકાના સડલા, દુધઈ, સરા અને ગઢડા જેવા ગામોના ખેડૂતો જ્યારે પોતાની જણસ લઈને સુરેન્દ્રનગર કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જાય છે, ત્યારે આ ફાટક પર કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. સરા જેવા મોટા યાત્રાધામ તરફ જતા હજારો શ્રદ્ધાળુઓ અને એસટી બસોને પણ આ વિલંબ નડે છે.

સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી અહીં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો રેલવે વિભાગ દ્વારા વહેલી તકે આ અંગે નિર્ણય લેવામાં આવે, તો જ આ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ
Next: ધાંગધ્રાની કુડા ચોકડી પાસેથી ₹9.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો: LCB એ દારૂ ભરેલી કાર પકડી

Related News

Transformer Theft Gang Caught in Gadhad village, Muli

સુરેન્દ્રનગર: મૂળીના ગઢાદ ગામે વીજ ટ્રાન્સફોર્મર ચોરતી આખી ગેંગને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડી

surendranagarupdate1@gmail.com 30 June 2026
muli-fps-shop-raid-stock-discrepancy

મુળીના વાગડીયામાં વાજબી ભાવની 3 દુકાનમાં ચેકિંગ, અનાજના 50 કટ્ટાનો ગોટાળો ઝડપાયો

surendranagarupdate1@gmail.com 29 June 2026
Muli Urea Fertilizer Scam

ખાતર પર દીવેલ: સુરેન્દ્રનગરમાં ખેડૂતોનું સબસિડીવાળું યુરિયા ફેક્ટરીઓને વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું, 3 સામે ગુનો દાખલ

surendranagarupdate1@gmail.com 27 June 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add