Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુદામડા ખનન કૌભાંડમાં ત્રણ ભૂ-માફિયાઓના નામ ખુલ્યા

user 2 19 March 2026
સુદામડા ખનન કૌભાંડમાં ત્રણ ભૂ-માફિયાઓના નામ ખુલ્યા

સાયલા તાલુકાના સુદામડા ગામમાં ચાલી રહેલા મોટા પાયે ગેરકાયદેસર પથ્થર ખનન મામલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. થોડા દિવસો પૂર્વે સાયલા પોલીસે દરોડો પાડીને 5 જેટલી ગેરકાયદેસર ખાણોમાંથી 14 મશીનો અને 38 ડમ્પરો જપ્ત કર્યા હતા.

આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મશીન માલિકો અને ઓપરેટરોના નિવેદન નોંધતા આ ખનન પાછળ સક્રિય મુખ્ય સૂત્રધારોના નામ બહાર આવ્યા છે.

Join Our WhatsApp Group

તપાસમાં જાણવા મળ્યું છે કે સર્વે નંબર 1494 અને 1496 માં ચાલતી ખાણોમાં રાજાભાઈ રવુભાઈ ખાચર અને શિવરાજભાઈ હાથીભાઈ ખાચર દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હતું. જ્યારે અન્ય ત્રણ ખાણોમાં રામાભાઈ શામળાભાઈ સાંબડ દ્વારા મોટા પાયે ખનન પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાનું નિવેદનોમાં ખુલ્યું છે.

આ ઉપરાંત ‘ઓમ ક્વોરી’ નામે ચાલતી પાંચમી ખાણ સહિત તમામ સ્થળોના સર્વે નંબરના માલિકો અને વહીવટકર્તાઓ સામે પણ તપાસનો ગાળિયો કસાયો છે. ખનીજ વિભાગ હવે આ ચોરી કરેલા પથ્થરો કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હતા તે દિશામાં કાર્યવાહી કરી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Illegal Mining (ગેરકાયદે ખનન)

Post navigation

Previous: લીંબડી અને ચુડા પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, પતરા ઉડ્યા, વીજ પોલ ધરાશાયી
Next: થાનમાં વાવાઝોડા સાથે માવઠાનો કહેર: ફેક્ટરીઓના પતરા ઉડ્યા અને વિશાળ વૃક્ષો ધરાશાયી

Related News

SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add