લીંબડીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા: કુલ ₹ ૫૫,૦૮૦/- નો મુદ્દામાલ કબજે
સુરેન્દ્રનગર : જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પ્રોહીબિશન અને જુગાર જેવી બદીઓને નાથવા ખાસ એક્શન પ્લાન હેઠળ LCB સુરેન્દ્રનગર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
LCB ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબડી ભલગામડા ગેઇટ પાસે આવેલ ભીલપરામાં જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં (૧) પ્રહલાદભાઇ રૂપાભાઈ બુટીયા, (૨) ગૌરવભાઇ વસંતભાઇ લકુમ, (૩) જાવેદભાઇ મેહમુદભાઇ બેલીમ, (૪) શંકરભાઇ નવીનભાઇ બુટીયા (તમામ રહે. લીંબડી), (૫) મહિપતભાઇ તેજાભાઇ મંદુરીયા અને (૬) ગભાભાઇ ભીખાભાઇ મંદુરીયા (બંને રહે. બોરણા, તા. લીંબડી) નો સમાવેશ થાય છે.
પોલીસે તેમની પાસેથી રોકડા રૂા. ૧૫,૦૮૦, ચાર મોબાઇલ ફોન કિં. રૂ. ૨૦,૦૦૦, એક મોટરસાયકલ કિં. રૂ. ૨૦,૦૦૦ અને ગંજીપાના નંગ-૫૨ મળી કુલ કિંમત રૂા. ૫૫,૦૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તમામ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આમ LCB સુરેન્દ્રનગર દ્વારા આ ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.