Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ઉમિયા ટાઉનશીપમાં 2 કલાકમાં 3 મકાનમાં ચોરી, ₹4.84 લાખની મત્તા ચોરાઈ

surendranagarupdate1@gmail.com 16 March 2026
Theft robbery ચોરી

સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ-1માં તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં તસ્કરોએ 3 બંધ મકાનોને નિશાન બનાવી રોકડ, સોના-ચાંદીના દાગીના અને બાઈક સહિત કુલ 4,84,600 રૂપિયાની મત્તાની ચોરી કરી છે.

આ ઘટના અંગે ભરતભાઈ કરશનભાઈ પરમારે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં 4 અજાણ્યા શખ્સો કેદ થયા છે, જેમના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.

Join Our WhatsApp Group

ભરતભાઈના મકાનમાંથી 2,10,000 રૂપિયા રોકડા અને 1,80,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીના તેમજ ચાંદીની વસ્તુઓની ચોરી થઈ છે. આ ઉપરાંત, તસ્કરોએ પડોશમાં રહેતા વાલજીભાઈનું 40,000 રૂપિયાનું બાઈક અને શિલ્પાબેનના ઘરેથી 25,000 રૂપિયાની રોકડ રકમ પણ હડપી લીધી છે.

ભોગ બનનાર ભરતભાઈ કરશનભાઇ પરમારે જણાવ્યું કે, તેમની 18 દિવસ પહેલા તેમની પત્નીને દીકરાનો જન્મ થયો હોય તે વતન વાડલા ગામ ગયા અને મકાન બંધ હતું, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. મારી આટલી ઉંમરની કમાયેલી રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિતની મૂડી ચોરાઇ ગઇ છે.

ચોંકાવનારી વાત એ છે કે પોલીસ પેટ્રોલિંગની ગાડી નીકળ્યાના માત્ર એક કલાક બાદ જ રાત્રે 2 વાગ્યે તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા PSI એમ.એચ. પઠાણ સહિતના કાફલાએ ડોગ સ્ક્વોડ અને એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bike Theft (બાઇક ચોરી) Theft (ચોરી)

Post navigation

Previous: SG હાઇવે નજીક રૂ.50 કરોડના ખર્ચે બનશે નાડોદા રાજપૂત સમાજનું શૈક્ષણિક સંકુલ
Next: ધ્રાંગધ્રા પાલિકા એક્શન મોડમાં: 1 કરોડની વેરા વસૂલાત માટે 1,500 બાકીદારોને નોટિસ, નળ કનેક્શન કાપવાની ચીમકી

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add