Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં સરદાર સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

user 2 25 March 2026
સુરેન્દ્રનગરમાં સરદાર સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરી પ્રજાલક્ષી સુવિધાઓના મોટા દાવા કરવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.

શહેરના જવાહર રોડ પર આવેલી સરદાર સોસાયટી નજીક, બધેકા શાળા સામેના જૈન ઉપાશ્રય પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઈન તૂટેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ભર ઉનાળે રસ્તાઓ પર હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વહી રહ્યું છે.

Join Our WhatsApp Group

આ ભંગાણને કારણે માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે અને અનિયમિત પાણી પુરવઠાની બૂમો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ લાખો લિટર પાણીનો આ પ્રકારે વેડફાટ થતા સ્થાનિકોમાં મનપાના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોની માંગ છે કે મહાનગરપાલિકા તંત્ર માત્ર કાગળ પર બજેટ રજૂ કરવાને બદલે પાયાની આવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવે અને પાણીનો બગાડ અટકાવે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલામાં વ્યાજખોરો લોન મેળો અને જન સંપર્ક સભા યોજાઈ
Next: સુરેન્દ્રનગર મનપામાં લોક પ્રશ્નોની રજૂઆત કરતા AAPના શહેર પ્રમુખ સહિત 4 નેતાઓની પોલીસ અટકાયત

Related News

surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add