Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર મનપામાં લોક પ્રશ્નોની રજૂઆત કરતા AAPના શહેર પ્રમુખ સહિત 4 નેતાઓની પોલીસ અટકાયત

user 2 25 March 2026
સુરેન્દ્રનગર મનપામાં લોક પ્રશ્નોની રજૂઆત કરતા AAPના શહેર પ્રમુખ સહિત 4 નેતાઓની પોલીસ અટકાયત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આક્રમક રજૂઆત કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. મનપાના ડેપ્યુટી કમિશનરના PA દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે એ-ડિવિઝન પોલીસ દ્વારા ‘આપ’ના શહેર પ્રમુખ કમલેશ કોટેચા, વઢવાણ વિધાનસભા પ્રભારી દીપક ચિહલા, અતુલ વેગડ અને કૃણાલ શાહની અટકાયત કરવામાં આવી છે.

આ નેતાઓ ગણપતિ ફાટસર વિસ્તારમાં નવા રોડ-રસ્તા બનાવવા અને અન્ય વહીવટી પ્રશ્નો મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા મનપા કચેરી પહોંચ્યા હતા. મનપા સત્તાધીશોનો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રજૂઆત કરવાની રીત યોગ્ય નથી અને તેનાથી સરકારી કામકાજમાં અવરોધ ઊભો થાય છે.

Join Our WhatsApp Group

બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે સહિતના આગેવાનોએ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. ‘આપ’ નેતાઓનો આક્ષેપ છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, તેમને જ જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ પૂર્વ લેખિત ફરિયાદ વગર માત્ર ટેલિફોનિક સૂચનાથી નેતાઓને પોલીસ મથકે બોલાવી કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મનપાના અધિકારીઓની ફરિયાદને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પગલાં લેવાયા છે. જોકે, પોલીસ મથકે કાર્યકરો અને નેતાઓના ભારે ધમપછાડા છતાં પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી.

આગામી સમયમાં અધિકારીઓ સાથે શાંતિપૂર્ણ વર્તન કરવા અને નિયમ મુજબ રજૂઆત કરવાની સૂચના સાથે હાલ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરના રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે અને મનપા વિરુદ્ધ વિપક્ષનો વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં સરદાર સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
Next: લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ: પ્રાંત અધિકારીએ પ્રજાના પ્રશ્નો સાંભળ્યા

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add