Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડીના સમલા અને ખાંભલાઓમાંથી 92 લાખની ચોરી ઝડપાઈ

surendranagarupdate1@gmail.com 12 March 2026
PGVCL Raid in Limbdi

PGVCL Raid in Limbdi

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ (PGVCL) વિભાગ દ્વારા વીજચોરી અટકાવવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં લીંબડીના સમલા અને ખાંભલાઓ ગામમાં વીજ કંપનીની 39 ટીમોએ પોલીસ અને SRP જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા.
આ કામગીરીમાં 16 SRP જવાનો અને 21 પોલીસ કર્મચારીઓને સાથે રાખીને વહેલી સવારથી જ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સમલા ગામમાં તપાસ દરમિયાન ઘર વપરાશના 436 વીજ જોડાણો ચેક કરાયા હતા, જેમાંથી 48 જોડાણોમાં ગેરરીતિ જણાતા 47 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેવી જ રીતે, ખાંભલાઓ ગામમાં પણ 326 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા, જેમાં રહેણાંક અને વાણિજ્યિક હેતુના કુલ 42 જોડાણોમાં ચોરી પકડાઈ હતી.
સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 782 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કુલ 90 જેટલા જોડાણોમાં ગેરરીતિ સામે આવતા તંત્ર દ્વારા કુલ 92 લાખ રૂપિયાના દંડના બિલ ફટકારવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: PGVCL (પીજીવીસીએલ) PGVCL Drive (પીજીવીસીએલ ડ્રાઇવ)

Post navigation

Previous: પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ : CMOમાં ફરિયાદ સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની મિલીભગતનો આક્ષેપ
Next: સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવને પગલે જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર: જાણો નવું ટાઈમ ટેબલ

Related News

લીંબડી પોલીસ સ્ટેશનમાં ‘અરજી મેળો’ યોજાયો: વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ

લીંબડી પોલીસ સ્ટેશનમાં ‘અરજી મેળો’ યોજાયો: વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ

user 2 20 March 2026
લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

user 2 20 March 2026
Surendranagar Update New Logo

લીંબડીમાં વ્યાજખોરે પગ ભાંગી નાખવાની ધમકી આપતા ફરિયાદ

user 2 20 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add