Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પેટ્રોલપંપો બહાર લાંબી લાઈનો લાગી, 70 ટકા પંપો બંધ

User 3 19 May 2026
SURE PETRO N

મિડલ ઇસ્ટ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલની મોટી અછત સર્જાઇ રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.

તંત્ર અને સરકાર દ્વારા પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં સ્ટોકની ફાળવણી કરવામાં ન આવતા પુરવઠો ખૂટી ગયો છે. હાલમાં જિલ્લાના 70% જેટલા પેટ્રોલ પંપો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેના કારણે ખેતી, ટ્રાન્સપોર્ટ અને ઔદ્યોગિક એકમો પર તેની સૌથી માઠી અસર જોવા મળી રહી છે.

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ પુરાવવા માટે ચાલકોને 2 કલાક સુધી વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે. જ્યારે ડીઝલ માટે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર મોટા વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે.

ડીઝલ આધારિત ચાલતા ધંધા-રોજગાર અને વાહનો અટકી પડતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ડીઝલની તંગીના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણ GIDC વિસ્તારમાં આવેલી ભઠ્ઠીઓ તથા કારખાનાઓ બંધ થવાની અણી પર છે. પેટ્રોલ પંપ ધારકોને હાલમાં રોજનું માત્ર 22,000 લીટર ડીઝલ ફાળવવામાં આવી રહ્યું છે. જે જરૂરિયાત સામે ખૂબ જ ઓછું છે.

આ મર્યાદિત જથ્થાને કારણે કોને ડીઝલ આપવું અને કોને ન આપવું તે બાબતે પંપ સંચાલકો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.

આ કટોકટી વચ્ચે સ્થાનિક વાહનચાલક ભાનુભાઈ ચૌહાણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના એક્ટિવા વાહનમાં પેટ્રોલ પુરાવવા માટે શહેરના 4 થી વધુ પેટ્રોલ પંપ પર ગયા હતા. પરંતુ તમામ જગ્યાએ નો-સ્ટોકના બોર્ડ જોવા મળ્યા હતા.

જ્યાં સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં ભારે અરાજકતા અને લાંબી લાઈનો છે. લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ વારો આવે ત્યાં સુધીમાં પેટ્રોલ ખૂટી જાય તેવી સ્થિતિ હોવાથી, આખરે કંટાળીને તેમણે પોતાનું વાહન ઘરમાં જ ઢાંકીને મૂકી દેવાનો નિર્ણય કર્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: જોરાવરનગરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 117 વાહન ચાલકો દંડાયા
Next: લીંબડી અને મુળી પોલીસ મથકના 2 નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add