Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર: ધોળી ધજા ડેમની સફાઈનો અભાવ, પીવાના પાણીની ગુણવત્તા જોખમમાં!

jeet 10 October 2025
Untitled design_20251010_223552_0000

સુરેન્દ્રનગર: ધોળી ધજા ડેમની સફાઈનો અભાવ, પીવાના પાણીની ગુણવત્તા જોખમમાં!

લાખો લોકોને પીવાનુ પાણી પહોચાડતા પમ્પિંગ સ્ટેશન પર કચરાના અને સેવાળના થર જામ્યા

Join Our WhatsApp Group

આ પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર થસે સીધી અસર સુરેન્દ્રનગર વઢવાણ રતનપર જોરાવરનગર સહિત સમગ્ર શહેરી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ધોળી ધજા ડેમમાં સફાઈનો ગંભીર અભાવ જોવા મળ્યો છે, જેના કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓ ફેલાવવાનો ભય દેખાય રહ્યો છે

સુરેન્દ્રનગર શહેરીજનોને પીવાનુ પાણી પોહચાડતુ ધોળીધજા પમ્પિંગ સ્ટેશન પાસે સેવાળનો કબજો કચરાના થર અને ડેમમાં ઠેર ઠેર સેવાળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ખાસ કરીને પાણીના મુખ્ય સ્ત્રોત એવા પમ્પિંગ સ્ટેશન નજીક સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ સેવાળ અને કચરાના કારણે અવારનવાર પમ્પિંગ સ્ટેશનની મોટરોમાં તે ફસાઈ જાય છે, જેના પરિણામે સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે.

વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાથી શહેરીજનોને પીવાના પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડે છે. એક તરફ શુદ્ધ પાણી મળતું નથી અને બીજી તરફ પાણી પુરવઠો પણ અનિયમિત બને છે. ડેમના પાણીમાં વધતા સેવાળના કારણે પાણીની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થયા છે, જે રોગચાળાને નોતરી શકે છે.

શહેરમાં એક તરફ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકોની પ્રબળ માંગ ઉઠી છે કે, જ્યાંથી લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેવા ધોળી ધજા ડેમના પાણીમાં તાત્કાલિક ધોરણે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવે.

સ્થાનિકો માની રહ્યા છે કે મનપા અને સંબંધિત તંત્રએ આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપીને ડેમની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની આસપાસના વિસ્તારને નિયમિતપણે સ્વચ્છ રાખવા માટે નક્કર પગલાં લેવા જોઈએ, જેથી સુરેન્દ્રનગર-વઢવાણના લોકોને શુદ્ધ અને નિયમિત પીવાનું પાણી મળી રહે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા વધુ વિકરાળ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dholi Dhaja Dam (ધોળી ધજા ડેમ)

Post navigation

Previous: સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.
Next: સુરેન્દ્રનગર જીલ્લામા આવેલ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અભયારણ્ય ને આગામી 7 થી 14 જુન સુધી ખુલ્લુ મુકાશે

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add