સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ‘નામાના મૂળતત્વો’ વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૩,૫૩૭માંથી ૩,૫૧૬ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૨૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષા દરમિયાન જિલ્લાના કોઈ પણ કેન્દ્ર પરથી ચોરી કે ગેરરીતિનો એક પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી.
