Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

user 2 1 April 2026
દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

દસાડાના વધાડામાં સ્થાનિક પોલીસ ફરી ઊંઘતી રાખી દારૂના કટિંગ સમયે એસએમસી ત્રાટકી 25 લાખનો દારૂ ઝડપી પાડયો હતો. એસએમસીએ દારૂ, કાર, ટ્રક, મોબાઇલ મળી રૂ.61.24 લાખનો મુદ્દામાલ સાથે ચાર શખ્શને ઝડપી પાડયા હતા જ્યારે નવ શખ્સ નાસી છુટયા હતા. એસએમસીએની 13 શખ્સ સામે ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો વિરમગામના બુટલેગરે મંગાવ્યો હતો.

દસાડાના વધાડા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂનું કટિંગ થવાનું છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન વધાડા ગામ પાસે આવેલા વિશ્વકર્મા મંદિર પાસે આવેલી ફુલકી ચોકડી નજીકથી ઇંગ્લિશ દારૂનું કટીંગ કરતાં (1) દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીબાનસિંહ સોલંકી (2) મિનેશ ગાંડાભાઈ સોલંકી (3) પંકજ રાજેશસિંહ રાજપુત (ત્રણેય રહે. અમદાવાદ) (4) પ્રકાશભાઈ જાકાહીભાઈ પરમાર (રહે. થરા, જી. બનાસકાંઠા)ને ઝડપી પાડયા હતા.

Join Our WhatsApp Group

એસએમસીની ટીમે સ્થળ પરથી દારૂની 9,864 બોટલ (રૂ.25.45 લાખ), 07 મોબાઇલ (રૂ.76,000), બે કાર અને એક ટ્રક (રૂ.35 લાખ), રોકડ સહિત ફૂલ રૂ.61.24 લાખના મુદામાલ ઝડપી પાડયો હતો. જ્યારે રેઇડ દરમિયાન અન્ય નવ શખ્સ (1) ગણપત ઉર્ફે કિશન રેવાભાઈ પરમાર, રહે.થરા, જી. બનાસકાંઠા (મુખ્ય આરોપી) (2) ફારુક ઇશાક મેમણ, રહે. વિરમગામ (ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર) (3) પંપુભા વાઘેલા, રહે.થરા, જિ. બનાસકાંઠા (4) ટીનાજી ઠાકોર, રહે.થરા, જિ. બનાસકાંઠા (5) ટ્રક ચાલક, માલીક અને ક્લીનર (6) સ્કોપયો કારનો માલિક (7) આઈટેન કારનો માલિક હાજર મળી આવ્યા નહોતા.

આથી એસઓજી પોલીસે ઝડપાયેલ 04 શખ્સો સહિત હાજર મળી નહીં આવેલ 09 શખ્સો સહિત કુલ 13 શખ્સો સામે પાટડી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એસએમસી ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દસાડા તાલુકામાંથી ઇંગ્લિશ દારૂનું કટિંગ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને આ મામલે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

જયારે ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા વિરમગામ તાલુકાના ડેડીયાસણ ગામ પાસે આ રેઇડ કરી હોવાનું અને ગુનો દસાડા તાલુકાની હદમાં નોંધ્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: થાનના સોનગઢમાં ફરી દીપડાનો આતંક: 2 વાછરડા પર હુમલો, એકનું મોત
Next: ધ્રાંગધ્રાના વાવડી ગામે ભાજપની સંગઠનાત્મક બેઠક: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ

Related News

Surendranagar Update New Logo

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

user 2 5 April 2026
પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

user 2 3 April 2026
દસાડામાં AAPની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની યોગ્યતાને બદલે ‘આર્થિક ક્ષમતા’ પર ભાર મૂકાતા કાર્યકરોમાં રોષ

દસાડામાં AAPની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની યોગ્યતાને બદલે ‘આર્થિક ક્ષમતા’ પર ભાર મૂકાતા કાર્યકરોમાં રોષ

user 2 30 March 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add