Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

દસાડા તાલુકામાં ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન

jeet 14 October 2025
Untitled design_20251014_231607_0000

દસાડા તાલુકામાં ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન,

ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજીનું માર્ગદર્શન

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર: દસાડા તાલુકામાં ખેડૂતોને રવિ પાકોની આધુનિક કૃષિ ટેકનોલોજી અને સહાય યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા માટે એક દિવસીય “રવિ કૃષિ મહોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટડી ખાતેના કડવા પાટીદાર હોલ ખાતે આ મહોત્સવ યોજાયો વર્ષ ૨૦૦૫-૦૬ માં શરૂ કરાયેલ ‘કૃષિ મહોત્સવ’ની પરંપરાને આગળ વધારતાં, આ વર્ષે રાજ્યના તમામ ૨૬૧ તાલુકાઓમાં અને એક રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મળીને કુલ ૨૬૨ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ખેતીના ઉત્પાદનમાં વધારો કરવો, નવીન તકનીકો ખેડૂતો સુધી પહોંચાડવી, ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારવાનો છે.

આ રવિ કૃષિ મહોત્સવનું લોન્ચિંગ સરકાર દ્રારા પંચમહાલ-ગોધરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.

પાટડી કડવા પાટીદાર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર અને નાયબ કલેક્ટર મિલન રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પી.કે.પરમારે વિવિધ સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ઉપલાના, દસાડા તાલુકાના ખેડૂત મિત્રો, રાજકીય આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ખેતી વિશેષજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું, તેમજ મિશન મંગલમ યોજના દ્વારા પ્રેરિત સ્વસહાય જૂથના સભ્યો અને સફળ ખેડૂતે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના લાભાર્થીઓ અને મિશન મંગલમ શાખાની સ્વસહાય જૂથની મહિલાઓ સહિત લગભગ ૫૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ મહોત્સવ બીજા દિવસે આત્મા પ્રોજેક્ટ દ્વારા બામણવા ખાતે યોજાશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dasada (દસાડા)

Post navigation

Previous: વઢવાણના ધોળીપોળમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે બેનર લગાવવા ગયેલા એક યુવકનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.
Next: વઢવાણના ધારાસભ્યએ ભુજમાં રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો

Related News

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

user 2 22 March 2026
દસાડા પોલીસનો હેડ કોન્સ્ટેબલ 80ની લાંચ સ્વીકારે તે પહેલા જ ACB ત્રાટકી

દસાડા પોલીસનો હેડ કોન્સ્ટેબલ 80ની લાંચ સ્વીકારે તે પહેલા જ ACB ત્રાટકી

user 2 19 March 2026
Surendranagar Update New Logo

સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ: 3 કલાક સુધી અંધારપટ્ટ છવાયો

user 2 19 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add