Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

મુળી મામલતદાર કચેરીમાં સ્ટાફની અછતથી અરજદારો પરેશાન

user 2 13 March 2026
મુળી મામલતદાર કચેરીમાં સ્ટાફની અછતથી અરજદારો પરેશાન

માત્ર ૪ તલાટી અને ૧ ક્લાર્કના ભરોસે ચાલતી કચેરી નિયમિત મામલતદાર સહિત ક્લાર્ક, તલાટીઓની ખાલી જગ્યાઓને લીધે સરકારી કામગીરી ખોરંભે

મુળી તાલુકાની મામલતદાર કચેરી હાલ સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. સરકાર દ્વારા મંજૂર થયેલા મહેકમ મુજબ પૂરતા કર્મચારીઓ ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Join Our WhatsApp Group

કચેરીમાં ચાર રેવન્યુ ક્લાર્કની જગ્યા સામે માત્ર એક જ ક્લાર્ક ફરજ બજાવે છે, જ્યારે ૧૧ રેવન્યુ તલાટીની જગ્યા સામે માત્ર ૪ તલાટીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા નિયમિત મામલતદારની ગેરહાજરી છે, જેના કારણે વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે.

ખાસ કરીને ખેડૂતોને સાત-બારની નોંધો પડાવવા અને ગરીબ વર્ગના લોકોને રેશનિંગના કામો માટે કચેરીના અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્ટાફની આ ઘટને કારણે સરકારી યોજનાઓનો લાભ સમયસર મળતો નથી. આ ગંભીર પ્રશ્ને સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે મહેકમ મુજબના ક્લાર્ક, તલાટી અને કાયમી મામલતદારની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે સ્ટાફ નહીં ભરાય તો આગામી સમયમાં લોકોનો રોષ વધુ વકરે તેવી શક્યતા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લખતરમાં ગેસ સિલિન્ડર બુકિંગ સિસ્ટમ ખોરવાતા એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો
Next: લીંબડી નજીક હોટલ પાસે આધેડ પર બસનું ટાયર ફરી વળતા સારવારમાં મોત

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add