લીંબડીના તળાવ મહોલ્લામાં રહેતા મોહિત રફીકભાઈ મુલતાનીએ વ્યાજખોર ભગીરથ રાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
1 વર્ષ પહેલા માતાની હોસ્પિટલની સારવાર માટે મોહિતે 5 ટકાના માસિક વ્યાજે 1,00,000 રૂપિયા ઉધાર લીધા હતા. શરૂઆતના 6 મહિનામાં 30,000 રૂપિયા વ્યાજ ચૂકવ્યા બાદ આર્થિક તંગીને કારણે તે વ્યાજ ભરી શક્યો નહોતો.
વ્યાજખોર ભગીરથ રાણાએ મોહિતના પિતાની દુકાન ખાલી કરાવી દેવાની અને મોહિતના ટાંટિયા ભાંગી નાખવાની ગંભીર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ ત્રાસથી કંટાળીને યુવાન રાજકોટ જતો રહ્યો હતો. અંતે, કંટાળેલા પરિવારે હિંમત દાખવી લીંબડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
