Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલા પંથકના સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને ૨૦ વર્ષની કેદ

user 2 13 March 2026
સાયલા પંથકના સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને ૨૦ વર્ષની કેદ

વર્ષ ૨૦૨૧ના કેસમાં લીંબડી કોર્ટનો ચુકાદો દોષિતે બાળક સાથે દુષ્કૃત્ય આચરી વીડિયો વાઇરલ કર્યો હતો સજાની સાથે દંડ અને પીડિતને વળતર ચુકવવા કોર્ટનો આદેશ

સાયલા તાલુકાના એક ગામના સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કાર્ય કરનાર શખ્સને લીંબડી કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિતને સજાની સાથે દંડ અને વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે.

Join Our WhatsApp Group

સાયલા તાલુકાના એક ગામમાં ૧૦ વર્ષના બાળક પર ૨૯મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કાનજી જેસીંગભાઈ રંગપરા તથાં વિપુલ ભોપાભાઈ કોળીએ તેની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી વિડિયો બનાવીને સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો. આ બનાવ સગીરના પિતાના ધ્યાને આવતા સાયલા પોલીસ મથકે બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ઝડપી પાડી કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો.  જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની લેખિત તથાં મૌખિક અને ૨૫ સાક્ષી તથાં દસ્તાવેજી પુરાવાઓ અને ૧ બનાવ વાળી ડીવીડીને ધ્યાનમાં રાખીને લીંબડી કોર્ટેના સ્પેશયલ જજે દલીલોને ધ્યાનમાં રાખીને કાનજી જેસીંગભાઈ રંગપરાને ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને જો દંડની રકમ ના ભરે તો વધુ ૧ વર્ષની સજા ફટકારવાનો કોર્ટે હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂ. ૭૫ હજાર ચુકવવાનો હુકમ કર્યોે હતો. જ્યારે અન્ય આરોપી વિપુલ ભોપાભાઈ કોળીનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડી નજીક હોટલ પાસે આધેડ પર બસનું ટાયર ફરી વળતા સારવારમાં મોત
Next: સાયલાના સુદામડામાં સરકારી ખરાબામાંથી 53.64 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

Related News

sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

surendranagarupdate1@gmail.com 22 March 2026
સુદામડા ખનન કૌભાંડમાં ત્રણ ભૂ-માફિયાઓના નામ ખુલ્યા

સુદામડા ખનન કૌભાંડમાં ત્રણ ભૂ-માફિયાઓના નામ ખુલ્યા

user 2 19 March 2026
સાયલા: ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા

સાયલા: ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા

user 2 19 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add