ધ્રાંગધ્રામાં 17 વર્ષની એક સગીરા પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સગીરાની માતાએ મોહસીન કાજેડીયા નામના યુવક વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સગીરાની માતા મજૂરી કામ અર્થે ઘરની બહાર ગયા હતા, ત્યારે સગીરા ઘરે એકલી કપડાં ધોઈ રહી હતી. આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી મોહસીન ત્યાં પહોંચ્યો હતો અને સગીરાની સગાઈ તોડી પડાવવાની ધમકી આપી હતી.
આરોપીએ બળજબરીપૂર્વક સગીરાનો હાથ પકડી તેને ઘરમાં ખેંચી ગયો હતો. ઘરમાં લઈ જઈને નરાધમે સગીરાના હાથ-પગ બાંધી દીધા હતા અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ માતા ઘરે આવતા ડરેલી સગીરાએ રડતા-રડતા પોતાની આપવીતી જણાવી હતી.
સગીરાએ વધુમાં જણાવ્યું કે આ યુવક અગાઉ પણ તેને અવારનવાર હેરાન કરતો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
