દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ જ્વલંત સફળતા
સુરેન્દ્રનગર: શ્રી દર્શન વિદ્યાલયમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કાનાણી જૈમિક મહેશભાઈએ રાજ્ય કક્ષાની ‘નેશનલ રૂરલ IT-ક્વિઝ’માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ ક્વિઝનું આયોજન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ ને મંગળવારના રોજ કડી સર્વ વિદ્યાલય, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આશરે ૩૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાત્મક માહોલમાં જૈમિક મહેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવ્યો છે. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. વિદ્યાર્થી જૈમિકની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.