સુરેન્દ્રનગરના રતનપરમા આવેલ દર્શન વિર્ધાલયમા આર્મી રિક્ટૂટમેન્ટ ઓફિસ, જામનગર(ARO) તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મેજર એમ બાલકૃષ્ણ દ્વારા આર્મી ની કામગીરી એની વ્યવસ્થાપનની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને પૂરી પાડવામાં આવી. અત્યાર સુધી થયેલા યુદ્ધ અને એની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને આપી હતી વિદ્યાર્થીઓને ભવિષ્ય મા આર્મી માં જોડાવા માટેની અને ભરતી માટેની વિવિધ પરીક્ષા ની માહિતી પૂરી પાડી હતી . રોજગાર કચેરી માંથી વૈશાલી બેન અને નીતિનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુબેદાર મેજર મહેશપ્રસાદ સર અને નાયક સુબેદાર કલ્યાણસિંહ તેમજ મહેશ સરે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.