સરકારી કર્મચારી પર હુમલાનો આરોપી સાડા ત્રણ વર્ષે ઝડપાયો
સુરેન્દ્રનગર: સરકારી કર્મચારી પર હુમલો કરવાના ગંભીર ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને સુરેન્દ્રનગર એસ.ઓ.જી. દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
એસ.ઓ.જી. સ્ટાફ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પી.એસ.આઈ. આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે નાસતો ફરતો આરોપી જગદીશભાઇ હમીરભાઇ ચાવડા, રહે. કસવાળી તા. સાયલા, હાલ કસવાળી ગામમાં હાજર છે.આથી બાતમીના આધારે તપાસ કરતા, આરોપી જગદીશભાઇ હમીરભાઇ ચાવડા (ઉવ.૩૬, ત. કોળી) મળી આવ્યો હતો. તેણે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુનાના કામે નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી હતી. એસ.ઓ.જી. દ્વારા આરોપીની કાયદેસરની અટકાયત કરી વધુ તપાસ માટે ધજાળા પોલીસ સ્ટેશનને સોંપી દેતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.