વઢવાણ નાયબ કલેક્ટર દ્વારા SIR ની કામગીરી બદલ સમાજ સેવકની કામગીરીને બિરદાવીને પ્રમાણપત્ર આપી નાયબ કલેક્ટર કચેરી વઢવાણ દ્વારા સન્માનિત કરાયા હતા.
મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેક્ટર વઢવાણ મેહુલભાઈ ભરવાડે SIR ની કામગીરી બદલ વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારો અને સ્લમ વિસ્તારમાં BLO સાથે રહી મદદરૂપ થતા વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ કે વ્યાસને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આગામી સમયમાં પણ આ પ્રકારની કામગીરીમાં મદદ કરવા જણાવ્યું હતું.