મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ નું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું..
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી જિલ્લાના સંગઠન કરાયું જાહેર..
13 ઉપપ્રમુખ અને 12 મહામંત્રીઓ 22 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી..

ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે કવાયત શરૂ કરી..
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ નું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી રહેલ કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં વધુ મજબૂત બને તે પ્રકારના પ્રયાસો પ્રદેશ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યા છે તેમાં પ્રથમ જિલ્લા પ્રમુખ તરીકે નૌસાદ સોલંકીને રીપીટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસનો સંગઠન રચવા માટેની કવાયત છેલ્લા અનેક મહિનાઓથી ચલાવવામાં આવી રહી હતી અંતે આ અટકણોનો અંત આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ જાહેર કરવામાં આવી છે અને નવ સંગઠન પણ જાહેર કરવામાં આવ્યું છે.

સંગઠનમાં જિલ્લા કક્ષાની સમિતિમાં 13 જેટલા ઉપપ્રમુખો 12 જેટલા મહામંત્રીઓ 04 પ્રવક્તા 22 જેટલા મંત્રીઓ અને 26 જેટલા કાયમી આમંત્રિત કારોબારી સભ્ય ની યાદી જાહેર કરવામાં આવી છે છેલ્લા અનેક સમયથી સુરેન્દ્રનગર જિલ્લાનું કોંગ્રેસનું સંગઠન જાહેર કરવામાં આવ્યું ન હતું ત્યારે અંતવ અટકળોનો અંત આવ્યો છે અને કોંગ્રેસે પોતાનું નવું સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન જાહેર કરી અને વિવિધ સમિતિઓ પણ જાહેર કરી છે આ ઉપરાંત થાન શહેર કોંગ્રેસ સમિતિ પણ જાહેર કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આવનારી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તેમજ અન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ લડત આપે તે માટે સંગઠનને કામે લગાડી દેવામાં આવ્યું છે અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ નવુ સંગઠન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તમામ સંગઠનના હોદ્દેદારોને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવા તેમજ કામે લાગી જવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
નવા સંગઠનના હોદ્દેદારોને સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે બોલાવી લઈ અને ત્યારબાદ બેઠક પણ યોજવામાં આવી છે અને લોકોના પ્રશ્નને લઈ અને તંત્રને પહોંચાડવા માટે અને લોકો વચ્ચે જઈ અને લોક સંવાદના કામગીરી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે..