વઢવાણ ચુડા અને સાયલામાં 1 ઈંચ વરસાદ થી ખેડૂતોના બેહાલ..
રણમાં પણ વચ્છરાજ બેટ ઉપર ફસાયેલા યાત્રિકોને ગ્રામજનો દ્વારા ટ્રેક્ટર મારફતે રણમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા..

ખેડૂતોના કપાસ મગફળી શાકભાજીનો સોથ વળી ગયો..
કુદરત રૂઠીયા બાદ પાક નુકસાન વળતર પર મીટ માંડીને બેઠો જગતનો તાત..

3 દિવસ થી સતત વરસાદ સામે કૃષિ વિભાગનું મૌન..
અરબી સમુદ્રમાં લો પ્રેશર ના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદે જોર પકડ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવાણ ચુડા અને સાયલા પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકવા પામ્યો છે. બીજી તરફ ધાંગધ્રા પાટડી લખતર ચોટીલા થાન અને લીમડી પંથકમાં પણ ઝરમર વરસાદ છે તે વરસવા પામ્યો છે.
ખેડૂતોની પાંચ મહિનાની મહેનત ઉપર ત્રણ દિવસના વરસાદે પાણી ફેરવી નાખ્યું છે માવઠાના માર સામે જગતનો તાત ચિંતામાં મુકાયો છે કપાસ મગફળી અને શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થયું છે કપાસ પલળી ગયો છે અને કાળો પડવા લાગ્યો છે અને સડવા લાગ્યો છે મગફળીનો તૈયાર પાક છે તે ખેડૂતોના ખેતરમાં પડ્યો છે એટલે તે પણ પલળી ગયો છે પરિણામે મગફળીના અંદરનો દાણો હોય છે તે ચીમડાઈ જવા પામ્યો છે અને તેના પરિણામે ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ નહીં મળે અને અંદરનો દાણો ખરાબ થઈ ગયો હોવાના કારણે ખેડૂતોની મગફળીની ક્વોલિટી પણ ખરાબ થઈ ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવાણ તાલુકો છે તે શાકભાજીના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે ત્યારે વઢવાણ પંથકના ખેડૂતો દ્વારા લીલા મરચા રીંગણ તુરીયા જેવા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મરચાં અને રીંગણના ફૂલ પણ બેસી ગયા હતા પરંતુ વરસાદના કારણે આ ફૂલ પણ ખરી જવા પામ્યા છે પરિણામે જે શાકભાજીની આવક થવી જોઈએ તેમાં પણ નુકસાનીની ભીતી સર્જાઈ જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત સતત માવઠાનો માર સહન કરતો આવ્યો છે ત્યારે હવે કુદરતના માવઠા સામે ખેડૂત ચિંતામાં મુકાયો છે અને હવે કૃષિ વિભાગ અને સરકાર સામે મિટ માંડીને બેઠો છે કારણ કે માવઠાના માર બાદ કૃષિ વિભાગ અને સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું પાક નુકસાન વળતર પેકેજ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જેને લઇને જગતનો તાત હવે ચિંતામાં મુકાયો છે મોંઘી બિયારણ મોંઘી દવાઓ મોંઘા ખાતરો અને મોંઘી મજૂરી કરી વાવેતર કર્યું અને પાંચ મહિના સુધી સતત પોતાના બાળકને જેમ પાકની દેખરેખ રાખી અને જ્યારે મોઢામાં આવેલો કોડીયો માવઠાએ છીનવી લીધો છે.ત્યારે સરકાર સામું જોવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
● વચ્છરાજ બેટ પર રણમાં ગયેલા યાત્રિકો અને વહાનો ફસાયા – સ્થાનિક લોકોએ તમામ ફસાયેલા લોકોને રણ માંથી બહાર કાઢ્યા..
દિવાળી અને રજાની સીઝન ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના રણમાં આવેલ વચ્છરાજ બેટ માં દર્શન માટે યાત્રિકો જતા હોય છે ત્યારે અચાનક વરસાદના કારણે રણમાં જવાના રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને કીચડ જામી ગયો હતો જોકે રણમાં ગયેલા યાત્રી કોના વાહનો પણ ફસાઈ ગયા હતા. આ બાબતની જાણકારી આજુબાજુના ગ્રામજનોને થતા ટ્રેક્ટર મારફતે ગ્રામજનો રણમાં પહોંચ્યા હતા અને ફસાયેલા તમામ લોકોને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા. યાત્રિકોના વાહનો પણ ટ્રેક્ટરમાં બાંધી અને સલામત રીતે રણમાંથી બહાર કાઢી અને સ્થાનિક લોકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
● વરસાદથી વઢવાણી રીંગણા અને મરચાના ઉત્પાદનને વ્યાપક અસર – વાવેતર નિષ્ફળ જવાના એંધાણ
વઢવાણી રીંગણા અને મરચાં સમગ્ર દેશમાં પ્રખ્યાત છે વઢવાણી રીંગણા અને મરચાનો સ્વાદ દર વર્ષે ગુજરાત રાજ્યના લોકો તો માણતા હોય છે પરંતુ મુંબઈ રાજસ્થાન સુધી વઢવાણના રીંગણા અને મરચાં પાર્સલ કરી અને મોકલવામાં આવતા હોય છે ચાલુ વર્ષે માવઠાના કારણે વઢવાણના ખેડૂતો દ્વારા વધવાની રીંગણી અને મરચા નું જે વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર પણ પાણી ફરી વળવા પામ્યું છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે વઢવાણી રીંગણા અને મરચાના ઉત્પાદન ઉપર અસર સર્જાવાની છે પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના પગલે વાવેતર નિષ્ફળ જવાના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.
● કપાસમાં પલળી ગયો – ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી તાત્કાલિક ખરીદી કરવા ખેડૂતોએ કરી માંગ..
સતત વરસાદના કારણે તૈયાર કપાસનો પાક છે તે પલળી જવા પામ્યો છે અને પીળો પણ પડી જવા પામ્યો છે કપાસમાં આવેલા ઝીંડવા જે ખુલવાના બાકી હતા તે પણ વધુ પડતા વરસાદના કારણે કાળા પડી ગયા છે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે ટેકા ના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવી અને દર વર્ષે ક્વોલિટી ના નામે કપાસના નમુનાઓ રિજેક્ટ કરવામાં આવતા હોય છે તેમાંથી ચાલુ વર્ષે મુક્તિ આપી અને તમામ પ્રકારનો કપાસ ખરીદી કરી લેવા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે..