Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026
Nalsarovar Fishing Ban

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની બહુમાળી કચેરી ખાતે આવેલી મત્સ્ય ઉદ્યોગ કચેરી (Fisheries Department Office) દ્વારા માછીમારો માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સરકારી યોજનાઓ (government schemes) ની માહિતી આપતી વખતે રાણાગઢ, કઠેચી, શિયાળ અને શાહપુર જેવા 12 થી વધુ ગામોના માછીમારો આકરા પાણીએ જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Group

માછીમારોએ તંત્રના અધિકારીઓ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો કે, છેલ્લા 2 વર્ષથી નળસરોવર પક્ષી અભયારણ્ય (Nalsarovar Bird Sanctuary) માં માછીમારી કરવા જવા દેવામાં આવતા નથી, તો પછી આવી સરકારી યોજનાઓનો અમારે શું લાભ લેવો?

નળકાંઠા વિસ્તારમાં આવેલા દરજી, મેણી, વેકરીયા અને દેવથાળ સહિતના ગામડાઓમાં અન્ય કોઈ મોટા ઉદ્યોગો કે ફેક્ટરીઓ ન હોવાથી સ્થાનિક લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી જ છે. ફોરેસ્ટ વિભાગ (Forest Department) દ્વારા નળસરોવરમાં માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ (ban) મૂકવામાં આવ્યો છે.

જો સ્થાનિકો ત્યાં માછીમારી કરવા જાય તો વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરવામાં આવે છે. આ કારણે પઢાર આદિવાસી સમાજ (Padhar Adivasi community)ના 2000 થી વધુ પરિવારજનોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમનું જીવનધોરણ અત્યંત કફોડી સ્થિતિમાં મુકાઈ ગયું છે.

માછીમારી ઉપરાંત, આ વિસ્તારના લોકો નળસરોવરમાંથી જીતોલા, થેગ અને કાંદા જેવી પરંપરાગત ખાદ્ય વનસ્પતિઓ બહાર કાઢીને વેચતા હતા, પરંતુ પ્રતિબંધને કારણે આ પરંપરાગત વ્યવસાય (traditional business) પણ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

સરકાર તરફથી લાયસન્સ (Fishing licenses) હોવા છતાં તંત્ર માછીમારી કરવા દેતું નથી. આ બાબતે મુખ્યમંત્રી (Chief Minister) સુધી લેખિત રજૂઆતો (written representations) પણ કરવામાં આવી છે.

સ્થાનિકોની માગણી છે કે નિયમો ઘડીને પણ નળસરોવરમાં માછીમારી અને પરંપરાગત પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી (permission) આપવામાં આવે, તો જ ખરા અર્થમાં આ દિવસની ઉજવણી સાર્થક ગણાશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Nalsarovar (નળસરોવર)

Post navigation

Previous: સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા
Next: ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

Related News

Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

surendranagarupdate1@gmail.com 1 September 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add