Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

દુધરેજ-વેળાવદર રોડ RCC બનાવી દીધો, પણ વરસાદી નાળું બનાવવાનું ભૂલી જતાં ફરી ખોદ્યો

surendranagarupdate1@gmail.com 4 July 2026
Blunder in Surendranagar New RCC Road Constructed But Drainage Omitted

Blunder in Surendranagar New RCC Road Constructed But Drainage Omitted

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુધરેજથી વેળાવદર સુધી લાખો રૂપિયાના ખર્ચે નવો આરસીસી રોડ (RCC Road) બનાવવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ (Project) હજુ ચાલુ જ છે, ત્યાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરને અચાનક ભાન થયું કે તેઓ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું બનાવવાનું જ ભૂલી ગયા છે! આ ગંભીર ભૂલને ઢાંકવા માટે હવે નવો બનેલો રોડ તોડીને ફરીથી ખોદકામ શરૂ કરાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Group

મળતી માહિતી મુજબ, દુધરેજ નજીક નવો રોડ બનાવતી વખતે ત્યાં વર્ષો જૂનું વરસાદી નાળું હતું, જેમાં માટી પુરીને તેને બંધ કરી દેવાયું હતું. જો આ ભૂલ સુધારવામાં ન આવી હોત તો ચોમાસામાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય તેમ હતો. પોતાની આ મોટી ભૂલ સમજાતા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક જેસીબી (JCB) મશીન વડે નવો નક્કોર રોડ અધવચ્ચેથી તોડી નાખ્યો છે અને ત્યાં નવું નાળું બનાવવાની કામગીરી શરૂ કરી છે.

એકવાર આરસીસી (RCC) સ્ટ્રક્ચર બની ગયા બાદ તેને તોડીને સાંધો મારવાથી રોડનું આયુષ્ય અને તેની લોડ બેરિંગ કેપેસિટી (Load bearing capacity) ઘટવાની પૂરેપૂરી ભીતિ છે. જનતાના ટેક્સ (Tax) ના પૈસાનો આ રીતે બગાડ કરનાર બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Surendranagar Municipal Corporation

Post navigation

Previous: ચોટીલા હાઇવે પરથી દારૂના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
Next: સુરેન્દ્રનગરમાં વિકાસ કાર્યોની ધીમી ગતિ પર ધારાસભ્ય લાલઘૂમ: કમિશનર-મેયર સાથે બેઠક યોજી

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add