Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લાના 66 સ્થળોએ યોજાનારા તાજીયામાં ડીજે અને હથિયારો પર પ્રતિબંધ

surendranagarupdate1@gmail.com 24 June 2026
Surendranagar Tazia Guidelines

Surendranagar Tazia Guidelines | સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તાજીયાના પર્વને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે. સમગ્ર જિલ્લામાં કુલ 66 જેટલા સ્થળો પર તાજીયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આયોજકો અને મુસ્લિમ અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા માટે કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પોલીસની કડક સૂચના બાદ સુરેન્દ્રનગરમાં ઇતિહાસમાં પ્રથમ વખત તાજીયાના સરઘસમાં ડી.જે. (D.J.) નો ઉપયોગ ન કરવા અંગે આયોજકોએ લેખિત ખાતરી આપી છે.

Join Our WhatsApp Group

જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી (DySP) પાર્થ પરમારે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, તાજીયા એ માતમનું પર્વ હોવાથી માત્ર ધાર્મિક પરંપરા મુજબ જ ઉજવણી કરી શકાશે.

સરઘસ કે મહોલ્લામાં વગાડવામાં આવતા ઓડિયો અને સ્ટેજ પરથી કરાતા પ્રવચનોમાં કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.

આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વખતે તલવાર, ધોકા, છરી કે અન્ય કોઈપણ પ્રકારના હથિયારો (વેપન્સ) ના પ્રદર્શન પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં હથિયાર સાથે પકડાશે અથવા ગેરકાયદે પ્રવૃત્તિ કરશે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે અને તેની સંપૂર્ણ જવાબદારી જે-તે વિસ્તારના આયોજકોની રહેશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પેપર લીક કૌભાંડ મુદ્દે હવે કોંગ્રેસ મેદાને: સુરેન્દ્રનગરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા આજથી ‘છાત્ર કી ગુંજ’ કાર્યક્રમ
Next: વઢવાણના સંત રોહિદાસ મંદિરે મેગા મેડિકલ કેમ્પ: 500થી વધુ દર્દીઓની આંખ અને એનિમિયાની તપાસ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add