Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા વાવેતરમાં 97,000 હેક્ટરનો ઘટાડો, ખેડૂતો ચિંતિત

surendranagarupdate1@gmail.com 24 June 2026
Surendranagar Sowing Delay

Surendranagar Sowing Delay | સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે વાવેતરની કામગીરી અટકી પડી છે, જેને લીધે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે. ગત વર્ષ 2025 માં 15 જૂનથી જ વરસાદનું આગમન થઈ ગયું હોવાથી ખેડૂતોએ વહેલું વાવેતર શરૂ કરી દીધું હતું.

જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, 19 જૂન 2025 સુધીમાં જિલ્લામાં કુલ 2.14 લાખ હેક્ટર જમીન પર વાવેતર થઈ ચૂક્યું હતું, જેની સામે 19 જૂન 2026 સુધીમાં માત્ર 1.17 લાખ હેક્ટર જમીન પર જ વાવેતર નોંધાયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ વાવેતરમાં 97,000 હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે.

Join Our WhatsApp Group

જિલ્લામાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી અને બીજી તરફ કેનાલોમાં સિંચાઈ કે પિયત માટે જરૂરી પાણી છોડવામાં આવ્યું નથી.  ગ્રામીણ વિસ્તારોના સ્થાનિક ડેમ અને તળાવો પણ ખાલીખમ હોવાથી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું મોટા પાયે વાવેતર થાય છે. પરંતુ હાલ પિયતના પાણીના અભાવે હજારો હેક્ટર જમીન કોરી પડી છે.

ખેતરો સુકાભઠ્ઠ હોવાથી અને યોગ્ય સિંચાઈ વ્યવસ્થા ન મળતા હાલમાં વાવેતરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યોની સરવાણી
Next: સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની વણોદ GIDCની મુલાકાત: 2017થી ઉદ્યોગો વગર સૂની પડેલી GIDC શરૂ કરવા આપ્યા કડક આદેશ

Related News

Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

surendranagarupdate1@gmail.com 1 September 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add