Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરની મેગામોલ નજીક ભૂગર્ભ ડ્રેનેજના પાણી રોડ પર ભરાતા વેપારીઓ બન્યા પરેશાન

surendranagarupdate1@gmail.com 13 June 2026
Surendranagar Drainage Problem

Surendranagar Drainage Problem | સુરેન્દ્રનગર શહેર સ્વચ્છ બને તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) દ્વારા કરોડો રૂપિયા સેનિટેશન (Sanitation) વિભાગ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર સફાઈની જે કામગીરી થવી જોઈએ તે થતી ન હોવાનો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાઇ જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ન સૌથી વધુ મળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવેલા કમ્પ્લેન (Complain) વિભાગમાં પણ રોજની 50થી વધુ ફરિયાદો ભૂગર્ભ ગટરના પ્રશ્નની હોવાનું સામે આવ્યું છે.

Join Our WhatsApp Group

ત્યારે સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ (Mega Mall) સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર ભૂગર્ભ ડ્રેનેજના (Drainage) પાણી રોડ ઉપર ભરાઈ જવા પામ્યા છે.

આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ ભૂગર્ભ ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવતી નથી જેને લઇને સ્થાનિક વેપારીઓ પણ પરેશાન બન્યા છે.

ધંધાકીય સ્થળો, ઉદ્યોગો અને કારખાનાઓ અને દુકાનો આ રોડ ઉપર આવેલી છે ત્યારે ફરજિયાત ડ્રેનેજના ગંદા પાણીમાંથી વેપારીઓ અને દુકાનદારોને પસાર થવું પડી રહ્યું છે.

આ અંગે તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે અને વ્યવસ્થિત રીતે ડ્રેનેજ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર (Commissioner) અને મેયરને (Mayor) પણ રજૂઆત કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Surendranagar Municipal Corporation

Post navigation

Previous: મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું
Next: વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યોની સરવાણી

Related News

Surendranagar Rainfall Update

લખતર અને વઢવાણમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકારની સ્થિતિ

surendranagarupdate1@gmail.com 1 August 2026
news (1)

સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી: બાળાઓને ફરાળ કરાવાયું 

surendranagarupdate1@gmail.com 31 July 2026
Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026

Recent Post

લખતર અને વઢવાણમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકારની સ્થિતિ Surendranagar Rainfall Update

લખતર અને વઢવાણમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકારની સ્થિતિ

1 August 2026
સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી: બાળાઓને ફરાળ કરાવાયું  news (1)

સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી: બાળાઓને ફરાળ કરાવાયું 

31 July 2026
ધ્રાંગધ્રા પાસે હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો news

ધ્રાંગધ્રા પાસે હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો

27 July 2026
સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add